fbpx
ગુજરાત

કરાઈ એકેડેમીમાં પકડાયેલા મયૂર તડવીને કોર્ટમાં રજૂ કરાયો, ૮ દિવસના રિમાન્ડ મંજૂર

ગાંધીનગર સ્થિત કરાઈ પોલીસ એકેડેમીમાં ખોટા દસ્તાવેજાેના આધારે પ્રવેશ મેળવી પીએસઆઇની ટ્રેનિંગ લેતાં મયુર તડવીની ગઈકાલે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. જેને આજે કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જે અન્વયે કોર્ટે આરોપી મયુરના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીને ૧૦ માર્ચે બપોરે ૨ વાગ્યે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. યુવા નેતા યુવરાજસિંહે આક્ષેપો કર્યા બાદ સરકાર અને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.

અને ગુપ્ત તપાસના અંતે આરોપી મયુર સામે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી સમગ્ર કૌભાંડની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. ખોટા ડોક્યુમેન્ટ બનાવી મયુર તડવી કરાઈ એકેડમીમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેનિંગ લઈ રહ્યો હતો. મયૂર તડવીએ ભરૂચના વિશાલ રાઠવાના નામ ઉપર પોતાનું નામ એડિટ કરીને મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. તેમજ નકલી દસ્તાવેજાે લઇને તેમજ કોલ લેટર લઇને કરાઈ એકેડમીમાં પહોંચી ગયો હતો અને તાલીમ લેવા લાગ્યો હતો. જે મામલે યુવા નેતા યુવરાજસિંહ દ્વારા જરૃરી આધાર પુરાવા સાથે મીડિયા સમક્ષ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએ તપાસના આદેશો આપવામાં આવ્યા હતા.

વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચ એસપી ઓફિસ ખાતે ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુર તડ઼વીએ છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ ઉપરાંત એવું પણ પ્રકાશમાં આવ્યું છે કે કરાઈ એકેડમીના મુખ્ય ગેટ પર મૂકવામાં આવેલા લિસ્ટને વેરીફાઇ કર્યા વગર માત્ર કોલ લેટર જાેઈને મયૂર તડવીને ટ્રેનિંગમાં મોકલી દેવામાં આવ્યો હતો.

હકીકતમાં વિશાલ રાઠવાનું નામ ઁજીૈંની તાલીમ માટેનું હતું. વિશાલ રાઠવાના પિતા તેરસિંગભાઈ પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. જે હાલ ભરૂચ એસપી ઓફિસ ખાતે પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ પર છે. બીજી તરફ ગઈકાલે સમગ્ર પ્રકરણ મામલે લોકલ ક્રાઇમ બ્રાંચે મયુર તડવીની ધરપકડ કરી લેવાઈ હતી. અને આજે કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. જે અન્વયે કોર્ટે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આગામી દસમી માર્ચે બપોરે ફરીવાર આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવશે.

Follow Me:

Related Posts