27 એપ્રિલ 2023 રોજ ડીસા મુકામે ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન સમારોહનું આયોજન કેરલા સ્કૂલ એકડેમી અને ટીમ મંથન સંસ્થા ગુજરાત દ્વારા સમગ્ર દેશના 120 જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ તેમાં આપણા અમરેલી જિલ્લાના ચાર ઇનોવેટીવ શિક્ષકોની પસંદગી થયેલ જે શિલ્પાબેન દેસાઈ સાવરકુંડલા., મનિષાબેન ચૌહાણ પાણીયા પ્રા.શાળા, ધવલભાઈ જોશી ગોઢાવદર પ્રા.શાળા અને પરેશભાઈ ચાવડા મોટા મુંજીયાસર પ્રા.શાળાની પસંદગી થયેલ તેઓનું સન્માન 27 એપ્રિલના રોજ ઉપરોક્ત કાર્યક્રમમાં કરવામાં આવેલ તમામ શિક્ષકોની શાળા અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાને આ તકે બિરદાવવામાં આવેલ, તેઓ દ્વારા શિક્ષણ યજ્ઞમાં કરેલ કાર્યને સરાહનીય કાર્ય ગણી તેવા વિશિષ્ટ શિક્ષકોનું સન્માન આ સંસ્થા દ્વારા કરવામાં આવેલ, સમગ્ર દેશના 12
રાજ્યના વિવિધ વિષયના શિક્ષકોના સન્માન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ.
અમરેલી જિલ્લાના ૪ શિક્ષકોનું ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય આવૉર્ડ થી સન્માન થયું


















Recent Comments