બોલિવૂડ

‘રામાયણ’નાં ‘સીતા’નું પાત્ર ભજવનાર દીપિકા કૃતિ સેનન પર કેમ ભડકી

કૃતિ સેનન આ હાલ એક વિવાદને કારણે ચર્ચામાં છે. આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જેમાં તેણી ‘માતા સીતા’ના રોલમાં જાેવા મળશે. આ પાત્રમાં કૃતિ સેનન ખૂબ જ શાનદાર દેખાઈ હી છે. પરંતુ, હાલમાં જ કંઈક એવું બન્યુ કે, તેણી ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. કારણ છે ડિરેક્ટર ઓમ રાઉત. હકીકતમાં, કૃતિ સેનને હાલમાં જ ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉત જ્યારે મંદિર પરિસરમાં મળ્યા તો તેણે અભિનેત્રીને ગળે લગાવી અને ‘દ્ભૈંજીજી’ કરી લીધી હતી. જેવો જ આ વીડિયો સામે આવ્યો છે, સોશિયલ મીડિયા પર હોબાળો થઈ રહ્યો છે. યુઝર્સે તેને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનાર જણાવતા એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં ‘માતા સીતા’નું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયાએ પણ કૃતિ સેનન અને ઓમ રાઉતના આ વીડિયો પર શરુ થયેલા હોબાળા પર પ્રતિક્રિયા આપી છે. દીપિકા ચિખલિયાએ છટ્ઠદ્ઘંટ્ઠા સાથેની વાતચીતમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને તેણીએ કૃતિ સેનન અને ઓમ રાઉતના વીડિયોની પણ નિંદા કરી હતી. ચાલો જાણીએ આ સમગ્ર મામલે દીપિકાનું શું કહેવું છે. કૃતિ અને ઓમ રાઉતના વીડિયો પર વાત કરતા દીપિકા ચિખલિયા કહે છે- ‘મને લાગે છે કે આજના સ્ટાર્સ સાથે એક મોટી સમસ્યા છે અને તે એ છે કે તેઓ ન તો પાત્રમાં પ્રવેશી શકે છે અને ન તો તેની લાગણીને સમજી શકે છે.

તેના માટે રામાયણ માત્ર એક ફિલ્મ બની રહેશે. ભાગ્યે જ આ સ્ટાર્સે આ ફિલ્મમાં પોતાનો આત્મા નાખ્યો હશે. કૃતિ આજની પેઢીની અભિનેત્રી છે. આજના સમયમાં કોઈને ગળે લગાડવું કે દ્ભૈજજ કરવું એ સ્વીટ જેસ્ચર માનવામાં આવે છે. તેણીએ પોતાને ખુદને સીતા સમજી જ નહીં હોય.’ દીપિકા આગળ કહે છે કે- ‘આ ફક્ત ઈમોશનની વાત છે. મેં સીતાજીના પાત્રને જીવ્યું છે. પરંતુ, આજની અભિનેત્રી તેને ફક્ત એક રોલ સમજે છે. ફિલ્મ ખતમ થયા બાદ તેમને તેનાથી કોઈ ફરક નથી પડતો. અમારા સેટની વાત કરીએ તો કોઈની હિંમત નહતી કે તે અમારા નામ લઈને પણ બોલાવે. જ્યારે અમે પોતાના પાત્રમાં હતાં ત્યારે સેટ પર ઘણાં લોકોતો આવીને પગે લાગતા હતાં. તે જમાનો જ અલગ હતો.’ ‘તે સમયે અમને અભિનેતા તરીકે ગણવામાં આવતા ન હતા. અમને તો લોકો ભગવાન જ સમજી બેઠા હતાં. તેથી કોઈને કિસ કરવું એ તો દૂરની વાત છે, અમે કોઈને ગળે લગાવી પણ શકતા નથી. આદિપુરુષની રિલીઝ બાદ તમામ કલાકારો તેમના અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ જશે. એવું પણ બને કે તે પોતાનું પાત્ર ભૂલી જાય, પણ અમારા સમયમાં એવું નહોતું. અમારી સાથે ભગવાન જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. એવું લાગતું હતું કે જાણે આપણે ખરેખર ભગવાન છીએ અને ઉપરથી આવ્યા છીએ. આ જ કારણ છે કે અમે ક્યારેય એવું કંઈ કર્યું નથી જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે.’

Related Posts