fbpx
ગુજરાત

અમદાવાદની કલર મર્ચન્ટ કો ઓપરેટિવ બેંક અંગે રિઝર્વ બેંકે મોટો ર્નિણય લીધોખાતેદાર તેના કરન્ટ કે સેવિંગ એકાઉન્ટમાંથી એકવાર ૫૦૦૦૦ રૂપિયાનો ઉપાડ કરી શકશે

વિવાદમાં સપડાયેલી અમદાવાદની કલર મર્ચન્ટ કો ઓપરેટિવ બેંક અંગે રિઝર્વ બેંકે મોટો ર્નિણય લીધો છે. રિઝર્વે બેંકે ગઈકાલે મોડી રાતે ર્નિણય લીધો કે, આ બેંકને કલમ ૩૫-એ લાગુ કરી દેવામાં આવી છે. રિઝર્વ બેંકના આ ર્નિણયને પગલે કેટલાક નિયમો લાગુ કરાયા છે. જેમ કે, બેંકના કોઈ પણ ખાતેદાર તેના કરન્ટ કે સેવિંગ એકાઉન્ટમાંથી એકવાર ૫૦૦૦૦ રૂપિયાનો ઉપાડ કરી શકે છે. ત્યાર બાદ તેમને ઉપાડ કરી દેવામાં નહિ આવે. રિઝર્વ બેંકે ૨૫ સપ્ટેમ્બરના આદેશમાં જણાવ્યું કે, બેંકના કોઈ પણ ખાતેદાર તેના કરન્ટ કે સેવિંગ એકાઉન્ટમાંથી એકવાર ૫૦૦૦૦ રૂપિયાનો ઉપાડ કરી શકે છે.

ત્યાર બાદ તેમને ઉપાડ કરી દેવામાં નહિ આવે. સાથે જ બેંક નવી લોન નહિ આપી શકે. લેણિયાતોના રૂપિયા ચૂકવી શકશે નહિ અને પોતાની કોઈ પણ મિલકત વેચી નહિ શકે. આ બેંકમાં અંદાજે ૫૦,૦૦૦ થાપણદારોના નાણાં અટવાયા છે. કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેંકની નોન પરફોર્મિંગ એસેટ્‌સ એટલે કે ફસાયેલી મૂડી ૨૦૨૨ ના માર્ચ સુધીમાં જ ૫૬ ટકા વધી ગઈ હોવાથી રિઝર્વ બેંકે આ ર્નિણય લીધો છે.

સાથે જ ડિપોઝીટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશનમાં બેન્કે વીમા ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ જમા કરાવ્યું હોવાથી બેંકના કરન્ટ અને સેવિંગ ખાતાધારકોને ૫ લાખ સુધીની થાપણો પાછી મળશે. ૫ લાખથી વધારાની રકમ બેંકની રિકવરી આવે તેના બાદ જ મળી શકશે. ઉલ્લેખનીય છે કે, બેંકના ચેરમેન બિમલ પરીખ, જનરલ મેનેજર કિન્નર શાહ, અતુલ શાહે એજન્ટ ચિંતન શાહ અને બળદેવ રબારી સાથે મળીને લાખોની ઉચાપત કરી. ચેકથી નાણાં ઉપાડીને લોન લેનારાઓને નવડાવ્યા હતા. આ તમામની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બિમલ પરીખ અને કિન્નર શાહના જામીન મંજૂર કરાયા છે. તેમજ ગુજરાત હાઈકોર્ટમાં કલર મર્ચન્ટ બેંકના લોન ફ્રોડ કેસના હિયરીંગ દરમિયાન કોર્ટરૂમમાં ફિનાઈલ પી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દંપતી સહિત ચારે જણાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.

Follow Me:

Related Posts