ભાવનગર

સાંસદ ખેલ મહોત્સવ ભાવનગર જિલ્લામાં ઉત્સાહ

સાંસદ ખેલ મહોત્સવ સંદર્ભે     ભાવનગર જિલ્લામાં રહેલો ઉત્સાહકેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પ્રેરિત આયોજનભાવનગર બુધવાર તા.૧૮-૧૦-૨૦૨૩ભાવનગર જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ સંદર્ભે ઉત્સાહ રહેલો છે. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પ્રેરિત આયોજનમાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સંકલન રહેલું છે.

સાંસદ ખેલ મહોત્સવના આયોજન મુજબ ગુરુવાર તા.૧૯ સવારે ૮ વાગ્યે ભાવનગર જિલ્લાના જે તે તાલુકાના કેન્દ્ર પર પદાધિકારી, અધિકારી તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પ્રારંભ થશે.કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પ્રેરિત આયોજનમાં તાલુકાની વિગતો મુજબ ભુંભલી ભાવનગર, સોનગઢ સિહોર, વલભીપુર, વાળુકડ ઘોઘા, મહુવા, સુરનગર ગારિયાધાર, વાળુકડ પાલિતાણા, ઉમરાળા, દિહોર તળાજા તથા જેસર ખાતે સાંસદ ખેલ મહોત્સવ યોજાશે. 

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અઘ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાએ જણાવ્યા મૂજબ ખેલ મહોત્સવમાં પદાધિકારીઓ અને અધિકારીઓનું સંકલન રહેલું છે. જિલ્લાના તાલુકાઓની જવાબદારીઓમાં ટુકડીઓ મુજબ ૧. શ્રી રાજેશભાઈ ફાળકી, શ્રી જગદીશભાઈ મકવાણા તથા શ્રી નરેશભાઈ સોલંકી,૨. શ્રી ભરતભાઈ મેર, શ્રી હર્ષદભાઈ દવે તથા શ્રી નાનુભાઈ ડાંખરા, ૩. શ્રી સી.પી. સરવૈયા, શ્રી રાજુભાઈ બાબરિયા તથા શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ અને ૪. શ્રી નીરવભાઈ જોષી, શ્રી ગોપાલભાઈ વાઘેલા તથા રમેશભાઈ કાકલોતર રહ્યા છે.સાંસદ ખેલ મહોત્સવમાં સ્થાનિક તંત્ર સાથે કાર્યકર્તાઓ પણ સહકારમાં રહ્યા છે અને તબક્કાવાર રમત ગમત સ્પર્ધાઓ ગોઠવાયાનું જિલ્લા ભાજપ પ્રચાર પ્રવક્તા શ્રી કિશોર ભટ્ટ તથા સહસંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.

Related Posts