અમરેલી

એક પરપ્રાંતીય ઇસમને પકડી પાડી, અમરેલી તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા
પામેલ મિલકત સબંધી ગુન્‍હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્‍ધ કાયદેસર
કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને
જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત
તેમજ ટેકનીકલ સોર્સ આધારે એક ઇસમને પકડી પાડી, પકડાયેલ ઇસમની સઘન પુછ
પરછ કરતા પોતે તથા પોતાના સાગરીતોએ એકબીજા સાથે મળી અમરેલી જિલ્લાના
નાના માચીયાળા ગામે ત્રણ મકાનમાં, મતીરાળા ગામે એક મકાનમાં તથા જરખીયા ગામે
એક મકાનમાં તથા રાજકોટ જિલ્લાના પાંચવડા ગામે બે મકાનમાં તથા જીવાપર ગામે
ત્રણ મકાન મળી કુલ ૧૦ રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા,
ઘરફોડ ચોરીઓના અનડીટેકટ ગુના ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ
છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
બિલામ ઉર્ફે કેકડીયા સરદાર બાંમણીયા(ભીલ), ઉ.વ.૨૦, રહે.અખાડા, બુંડનલા પુરા,
તા.બાગ, જિ.ધાર (મધ્યપ્રદેશ)
પકડવાના બાકી આરોપીની વિગતઃ-
(૧) દિલીપ સરદાર બાંમણીયા, રહે.ઢેલવાણી, તા.બાગ, જિ.ધાર (મધ્યપ્રદેશ)
(૨) શુરૂ અનારે, રહે.ઢેલવાણી, તા.બાગ, જિ.ધાર (મધ્યપ્રદેશ)
(૩) છગન બેગન બધેલ રહે.ઘોંઘસીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
 કબ્‍જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
રોકડા રૂ.૨,૨૦૦/- તથા એન્ડ્રોઇલ મોબાઇલ ફોન નંગ – ૧ કિં.રૂ.૫,૦૦૦/- તથા
પક્કડ નંગ – ૧ કિં.રૂ.૫૦/- તથા ડીસમીસ નંગ -૧ કિં.રૂ.૨૦/- મળી કુલ
કિં.રૂ.૭,૨૭૦/- નો મુદ્દામાલ.

પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં પોતે તથા પકડવાના બાકી આરોપીઓએ
એકબીજાના મેળાપીપણાથી નીચે મુજબની ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત
આપેલ છે.
(૧) પકડાયેલ આરોપી તથા પકડવાના બાકી આરોપીઓ એક ચારેય સાથે મળીને ગઇ
તા.૧૯/૦૭/૨૦૨૬ નાં રોજ રાજકોટ જિલ્લાના આટકોટ પાસે આવેલ પાંચવડા
ગામે આવેલ અને રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ એક બંધ મકાનની બારીની
જાળી તોડી, મકાનમાં પ્રવેશ કરી, મકાનના રૂમમાં રાખેલ કબાટના લોક તોડી
તેમાંથી સોના ચાંદીના દાગીના તથા મકાનના ફળીયામાં પડેલ સ્પ્લેન્ડર મોટર
સાયકલની ચોરી કરેલ અને પછી આ જ ગામમાં એક મંદીરની બાજુમાં આવેલ
મકાનમાં ચોરીનો પ્રયાસ કરેલ હોવાની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા
આટકોટ પો.સ્ટે. (રાજકોટ ગ્રામ્ય) ગુ.ર.નં.૧૧૨૧૩૦૯ ૨૨૬૦૩૬૫/૨૦૨૬,
બી.એન.એસ. કલમ ૩૦૫, ૩૩૧(૪), ૩૩૪(૪), ૫૪ મુજબ ગુનો રજી. થયેલ છે.
(૨) પકડાયેલ આરોપી તથા પકડવાના બાકી આરોપીઓ એમ ચારેય મળીને ગઇ
તા.૨૦/૦૭/૨૦૨૬ નાં રોજ અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામે આવેલ
અને રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ એક બંધ મકાનના તાળા તોડી, મકાનમાં
પ્રવેશ કરી, મકાનના રૂમમાં રાખેલ કબાટના લોક તોડી તેમાંથી સોના ચાંદીના
દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ તેમજ બીજા એક મકાનમાં બારી વાટે
મકાનમાં પ્રવેશ કરી, આ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ તેમજ
આ મકાનથી થોડે દુર આવેલ એક મકાનની દિવાલ કુદીને મકાનમાં પ્રવેશ કરી, તે
મકાનના ફળીયામાંથી એક હોન્ડા શાઇન મોટર સાયકલની ચોરી કરેલ હોવાની
હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા અમરેલી રૂરલ પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૬૦૩૫૯ /૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૪)
મુજબ ગુનો રજી. થયેલ છે.
(૩) પકડાયેલ આરોપી તથા પકડવાના બાકી આરોપી દિલીપ સરદાર બાંમણીયા તથા
છગન બેગન બધેલ એમ ત્રણેય સાથે મળીને ગઇ તા.૩૦/૦૫/૨૦૨૬ નાં રોજ
રાજકોટ જિલ્લાના આટકોટ પાસે આવેલ જીવાપર ગામે આવેલ અને રાત્રીના એક
બંધ મકાનની દીવાલ વડે મકાનમાં પ્રવેશ કરી, મકાનના દરવાજા નકુચા કાપી
પ્રવેશ કરી, મકાનના રૂમમાં રાખેલ કબાટના લોક તોડી તેમાંથી સોના ચાંદીના
દાગીના રોકડ રકમની ચોરી કરેલ બાદ આ મકાનની આગળ આવેલ એક બીજા
બંધ મકાનમાં પ્રવેશ કરી દરવાજા ખોલી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રહેલ કબાટમાંથી
સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ બાદ ગામના ગેઇટ પાસે
આવેલ એક બંધ મકાનમાં દીવાલ કુદી મકાનના ફળીયામાંથી એક સ્પ્લેન્ડર પ્રો.

મોટર સાયકલની ચોરી કરેલ હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા આટકોટ
પો.સ્ટે. (રાજકોટ ગ્રામ્ય) ગુ.ર.નં.૧૧૨૧૩૦૯૨૨૬૦૨૫૯ /૨૦૨૬, બી.એન.એસ.
કલમ ૩૦૫, ૩૩૧(૪), ૫૪ મુજબ ગુનો રજી. થયેલ છે.
(૪) પકડાયેલ આરોપી તથા પકડવાના બાકી આરોપીઓ એમ ચારેય સાથે મળીને ગઇ
તા.૧૨/૦૭/૨૦૨૬ નાં રોજ લાઠી તાલુકાના મતીરાળા ગામે રાત્રીના આવેલ અને
એક બંધ મકાનમાં પ્રવેશ કરી, મકાનમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરેલની
હકિકત જણાવેલ.
(૫) પકડાયેલ આરોપી તથા પકડવાના બાકી આરોપીઓ એમ ચારેય સાથે મળીને ગઇ
તા.૧૩/૦૭/૨૦૨૬ નાં રોજ લાઠી તાલુકાના જરખીયા ગામે રાત્રીના આવેલ અને
એક બંધ મકાનના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી, મકાનમાંથી રોકડ રકમની
ચોરી કરેલની હકિકત જણાવેલ.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. રાહુલભાઇ ચાવડા,
ગીરીરાજસિંહ જાડેજા, કનાભાઇ સાંખટ, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ.
અશોકભાઇ કલસરીયા, કિશનભાઇ આસોદરીયા, મહેશભાઇ મુંધવા, રાહુલભાઇ ઢાપા,
તુષારભાઇ પાંચાણી, સલીમભાઇ ભટ્ટી, હરેશભાઇ કુંવારદાસ તથા પો.કોન્સ. જયરાજસિંહ
બારડ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts