અમરેલી સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણ લોકશાહી ના આરવ હાજર જવાબી નેતા તરીકે પંકાયેલ વરિષ્ઠ કોંગ્રેસ નેતા પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર નું ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. 64 વર્ષની વયે તેમના અવસાનના સમાચાર થી અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય અને સહકારી ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
રાજકીય સફર બાબરા થી દિલ્હી સુધી નો દબદબો
વિરજીભાઈ ઠુંમર ખેડૂત નેતા જમીન સાથે જોડાયેલા નાના માં નાની વ્યક્તિ સાથે અસરકારક સંપર્ક જાળવી રાખવા ખેવના દરેક પ્રશ્ન નો ગહન અભ્યાસ નેતા ના અવસાન થી પુરી ન શકાય તેવી ખોટ પડી
વિધાનસભા સફર (ધારાસભ્ય) તેઓ સૌપ્રથમ 1990 અને 1995 માં બાબરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમરેલીની લાઠી બેઠક પરથી ધારાસભ્ય તરીકે વિજયી બન્યા હતા. લોકસભા સફર (સાંસદ): વર્ષ 2004 માં 14 મી લોકસભા ચૂંટણીમાં તેમણે અમરેલી સંસદીય મતક્ષેત્રમાંથી જીત મેળવીને દિલ્હીની સંસદ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.બાબરા તાલુકા ના વતન વાવડી સેવા સહકારી ક્ષેત્ર થી પ્રારંભિયેલ સહકારીતા યાત્રા દેશ ની ઇફકો ડિરેકટરો સુધી પદઉન્નત અને પાટીદાર અગ્રણી સૌરાષ્ટ્રના સહકારી માળખા તેમજ પાટીદાર સમાજમાં પણ તેમનું મહત્વનું સેવાપ્રદાન રહ્યું છે. ખેડૂતો અને સામાન્ય જનતાના પ્રશ્નો અંગે તેઓ હંમેશાં આક્રમક રીતે અવાજ ઉઠાવવા માટે જાણીતા હતા.આક્રમક શૈલી અને જનતા વચ્ચે પકડ ગમે તેવા પ્રતિકૂળ સજોગો માં પણ આમ સામાન્ય જનતા વચ્ચે અડીખમ ઉભા રહેતા પ્રહરી વિરજીભાઈ ઠુંમર તેમની બેધડક અને આક્રમક વક્તવ્ય શૈલી માટે ઓળખાતા હતા. ધારાસભ્ય કે સાંસદ ન હોય ત્યારે પણ અમરેલી જિલ્લામાં કોંગ્રેસનો પક્ષ મજબૂત રાખવામાં તેમનો મોટો ફાળો રહ્યો હતો. સ્થાનિક પ્રશ્નો હોય, પાકના ભાવ હોય કે સિંચાઈના મુદ્દા, વિરજીભાઈ ઠુંમરે હંમેશા જનતાના પક્ષે રહીને લડત આપી હતી.શોકની લહેર તેમના અવસાનથી કોંગ્રેસ પક્ષે એક અનુભવી અને વરિષ્ઠ નેતા ગુમાવ્યા છે. ભાજપ-કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના રાજકીય અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના નેતાઓ અને સ્થાનિક નાગરિકોએ તેમના નિધન પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી છે


















Recent Comments