fbpx
ગુજરાત

IAS અધિકારી વિજય નેહરાને કેન્દ્ર સરકાર ડેપ્યુટેશન પર મોકલશેસાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગનો વધારાનો ચાર્જ મોના ખંધારને અપાશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે અમુક અધિકારીઓને ડેપ્યુટેશન અને પ્રમોશન આપવાનો સિલસિલો શરૂ થયો છે. આ દિશામાં માહિતી મળી રહી છે કે ૈંછજી અધિકારી વિજય નેહરાને કેન્દ્ર સરકાર ડેપ્યુટેશન પર મોકલશે. વિજય નેહરા નેશનલ ડિફેન્સ કોલેજ ખાતે સેવા આપશે. વિજય નેહરા પાસેનો સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગનો વધારાનો ચાર્જ મોના ખંધારને આપવામાં આવશે. સુરદીપ સિંહ ગુલાટીને ધોલેરા, માંડલ અને બેચરાજી જીૈંઇના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેનો વધારાનો હવાલો અપાયો છે. સામાન્ય વહીવટ વિભાગે આ ઓર્ડર કર્યો છે. ગુજરાત કેડરનાં ૈંછજી અધિકારી વિજય નહેરાને ડેપ્યુટેશન પર જઈ રહ્યા છે. ત્યારે વિજય નહેરા હવે નેશનલ ડિફેન્સ કોલેજનાં સિનિયર ડિરેક્ટિંગ સ્ટાફ તરીકે જાેડાશે.

Follow Me:

Related Posts