fbpx
ગુજરાત

સુરતમાં અચાનક બાઈકની વચ્ચે ઢોર આવી જતાં યુવાનનું મોત

ગુજરાતભરમા રખડતા ઢોરનો આતંક યથાવત છે. હાઈકોર્ટની લપડાક બાદ પણ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પણ રખડતા ઢોરનો આતંકને કાબૂમાં લાવી શક્તી નથી. સુરતમાં રખડતા ઢોરે ૨૨ વર્ષીય યુવકનો જીવ લીધો છે. બે સગા ભાઈઓ બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ઢોર આવી જતા અકસ્માત નડ્યો હતો. ડાયમંડ ફેક્ટરીથી ઘરે પરત ફરતા બે ભાઈઓને રખડતા ઢોરને કારણે અકસ્માત નડ્યો છે. રસ્તામાં ઢોર આવી જતા મોટરસાયકલ પરથી નીચે ભટકાતા નાના ભાઈનું મોત નિપજયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરની અંદર રખડતા ઢોરોનો ત્રાસ હજી ઓછો થયો નથી. કોર્પોરેશન દ્વારા સમયાંતરે ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ તેનું યોગ્ય પરિણામ આવી રહ્યું નથી.

ફરી એકવાર સારોલી વિસ્તારમાં રખડતા ઢોર રસ્તામાં આવી જતા બાઈક ચાલકનું મોત થયું છે. સુરતમાં ડાયમંડમાં કામ કરતા બે રત્નકલાકાર ભાઈઓ કામ પૂર્ણ થઈ ગયા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ઓલપાડ ઓમના ગામના રહેવાસી બંને સગા ભાઈઓ ઇચ્છપોર ખાતેથી ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સારોલી રોડ ઉપર એકાએક જ રખડતું ઢોર રસ્તા ઉપર આવી ગયું હતું. બાઈક પર સવાર તુષાર નામનો યુવક કંઈ સમજે તે પહેલા જ તેમની ટક્કર ઢોર સાથે થઈ હતી. પરિણામે નીચે પડ્યો હતો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત તુષારને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જેથી સારવાર દરમિયાન તુષારનું મોત થયું હતું. તેમજ એક ભાઈને હાથમાં ફેક્ચર થયું છે. મધ્યમ વર્ગના પરિવારના બે સગા ભાઈઓનો અકસ્માત થતા પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હતું. કટલરીનો બિઝનેસ કરતા પિતાને સમાચાર મળતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તુષારનું એકાએક નિધન થતા પરિવારજનો પણ શોકમાં ડૂબી ગયા હતા. દિવાળી પૂર્વે બનેલી ઘટનાથી સમગ્ર ઓલપાડ પંથકમાં શોકનો માહોલ ફેલાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/