fbpx
રાષ્ટ્રીય

૮ નવેમ્બરે ભારતીય શેરબજારમાં સારા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંક લીલા નિશાને ખુલ્યા

શેરબજારમાં ગઈકાલ તારીખ ૭ નવેમ્બર ૨૦૨૩ ના ફ્લેટ ક્લોઝિંગ બાદ આજે ૮ નવેમ્બર બુધવારે ઉછાળો જાેવા મળવાની આશા વચ્ચે ફ્લેટ કારોબાર દેખાઈ રહ્યો છે. સારા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંક લીલા નિશાનમાં ખુલ્યા પણ વધુ તેજી આગળ વધી નહીં.. ભારતીય શેરબજારમાં ર્ંॅીહૈહખ્ત મ્ીઙ્મઙ્મ પછીની સ્થિતિ અનુસાર, ભારતીય શેરબજારમાં શરૂઆતની બેલ(ર્ંॅીહૈહખ્ત મ્ીઙ્મઙ્મ) ૮ નવેમ્બરના રોજ સવારે લગભગ ૦૯ઃ૧૭ની સમયમર્યાદામાં સેન્સેક્સ ૬૫,૧૦૧.૯૫ , ૧૫૯.૫૫ – ૦.૨૫ ટકાની સ્થિતિ પર અને નિફ્ટી ૧૯,૪૪૯.૬૦ , ૪૨.૯૦ – ૦.૨૨ ટકાની સ્થિતિ પર નોંધાઈ હતી. આજે ગિફ્ટ નિફ્ટી થોડી મજબૂતાઈ સાથે ૧૯૫૦૦ ની નજીક પહોંચી ગયો છે. એશિયન અને અમેરિકન ફ્યુચર માર્કેટમાં મિશ્ર કારોબાર જાેવા મળી રહ્યો છે.

આ પહેલા મંગળવારે મ્જીઈ સેન્સેક્સ ૧૬ પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે ૬૪,૯૪૨ પર બંધ થયો હતો.. ભારતીય સૂચકાંકોમાં આજે ૮ નવેમ્બરે ૧૯,૪૫૦ની આસપાસ નિફ્ટી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યા હતા.શરૂઆતી કારોબારમાં ૧૫૫૮ શેર વધ્યા જયારે ૪૧૫ શેર ઘટ્યા અને ૧૧૬ શેર યથાવત રહ્યા હતા. બીપીસીએલ , અદાણી પોર્ટ્‌સ, એશિયન પેઈન્ટ્‌સ, યુપીએ અને સિપ્લા નિફ્ટીમાં મોટા ઉછાળાસાથે જાેવા મળ્યા હતા જ્યારે એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, હિન્ડાલ્કો અને ઈન્ફોસિસના રોકાણકારોને નુકસાન થયું હતું. બજારમાં સૌથી વધુ ખરીદી ફાર્મા અને ઓટો શેરોમાં થઈ રહી છે જ્યારે બેન્કિંગ સેક્ટરમાં વેચવાલી જાેવા મળી રહી છે.

Follow Me:

Related Posts