જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લેવા માંગતી શાળાઓ અને સંસ્થાઓએ તા.૩૦ ડિસેમ્બર સુધીમાં પ્રવેશ ફોર્મ પહોંચાડવા
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરનાં ઉપક્રમે પ્રતિ વર્ષ યોજાતી જિલ્લા, ઝોન, રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૧૩ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી દ્વારા કરવામાં આવશે.
આ સ્પર્ધાની વય મર્યાદા તા.૩૧/૧૨/૨૦૨૩ ના રોજ ૭ થી ૧૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ. જેમાં ( “અ” વિભાગમાં ૭ વર્ષથી ૧૦ વર્ષ સુધીના બાળકો માટે ‘વકૃત્વ, નિબંધ, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્ન ગીત, લોકવાધ સંગીત, એક પાત્રીય અભિનય. “બ” વિભાગમાં ૧૦ વર્ષથી ઉપર અને ૧૩ વર્ષ સુધીના બાળકો માટે ‘વકૃત્વ, નિબંધ, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્ન ગીત, લોકવાધ સંગીત, એક પાત્રીય અભિનય’ (૩) ખુલ્લા વિભાગમાં ૭ વર્ષ થી ૧૩ વર્ષનાં બાળકો માટે ‘દુહા – છંદ, લોકવાર્તા, લોકગીત, ભજન, સમૂહગીત, લોકનૃત્ય વગેરે કૃતિઓ માટે યોજાશે. આ સ્પર્ધા ભાગ લેવા માંગતી સંસ્થાઓ/પ્રાથમિક શાળાઓએ તા.૩૦/૧૨/૨૦૨૨ સુધીમાં પોતાની એન્ટ્રી(પ્રવેશ ફોર્મ) જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, બ્લોક:-સી, પ્રથમ માળે, રૂમનં.૧૧૦/૧૧૧, અમરેલી ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીને રુબરુમાં પહોચતી કરવી. સમય મર્યાદા વીત્યે આવનાર પ્રવેશપત્રને ધ્યાન પર લેવામાં આવશે નહિ.
સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ આવેલ પ્રવેશપત્રની સંસ્થાના સંચાલકશ્રીને જાણ કરવામાં આવશે. વિગતવાર માહિતી આ કચેરીના બ્લોગ એડ્રેસ–dydoamreli.blogpost.com પરથી મેળવી શકાશે તથા વધુ વિગત કચેરીના ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ પરથી મેળવી શકાશે, તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments