અમરેલી

મહેશ્વરી મેઘવાર સમાજ નાં દિવ્ય અને કઠોર “અઢીડા વ્રત”માં ૫૬ શ્રદ્ધાળુઓ જોડાઈને તપસ્યા કરેલ

ભાણવડ તાલુકાનાં ઘુમલી ગામે આવેલા શ્રી લુણંગ ગણેશદેવ નાં સાનિધ્યમાં ”શ્રી લુણંગ ધામ” મુકામે,મહેશ્વરી મેઘવાર સમાજ નાં કઠોર “અઢઈડા વ્રત”ની સાધનામાં ૫૬ જેટલા શ્રદ્ધાળુઓ કચ્છ અને હાલાર પંથક માંથી જોડાયા,આ તમામ તપસ્વીઓ સતત અઢી દિવસ સુધી, બપોરે માત્ર જીરા ની ફાડ અથવા એલચીનાં દાણા તેમજ અડધી ચમચી જેટલું પાણી ઉપરાંત એકજ પથારી ઉપર સુવા અને બેસવા ની કઠોર સાધના સાથે વ્રત તા:૧/૧૦/૨૬ નાં રોજ રાત્રે ૧૦ વાગ્યે સ્થાપના કરેલ તેમજ આ વ્રતની પૂર્ણાહુતિ ૪/૧૦/૨૬ નાં રોજ બપોરે ૧૨ વાગ્યે થયેલ ઉપરાંત પૂર્ણાહુતિ નાં આગલા દિવસે તા:૩/૧૦/૨૬ નાં રોજ ‘ અખાણી ‘ (ધાર્મિક જ્ઞાન કંથન)નો કાર્યક્રમ કચ્છ નાં જાણીતા વિદ્વાન ધર્મગુરુ શ્રી ભીમડાડા દ્વારા કરવામાં આવેલ .જેનું યુ ટ્યુબ દ્વારા લાઇવ પ્રસારણ “V D Art Studio”થયેલ છૅ
ઉપરોક્ત તમામ કાર્યક્રમો ની વ્યવસ્થા, સંકલન માટે શ્રી ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરી.ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી રાણાભાઇ વારસાખિયા, ઉપપ્રમુખ શ્રી કે.ડી. માતંગ, ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ મકવાણા( જય અંબે ઑટો ), ઉપ પ્રમુખ શ્રી કિરણ કુમાર ગડણ, મહામંત્રી શ્રી જયંત વારસાખીયા,(એડવોકેટ &નોટરી )ખજાનચી શ્રી કે. ડી. જોડ,સહખજાનચી શ્રી માલશીભાઈ ગોરડિયા,
ટ્રસ્ટી શ્રી ગીરીશભાઈ માતંગ, શ્રી ગાંગાભાઈ માતંગ, શ્રી બાબુભાઇ વિંજોડા શ્રી કારૂંભા મહેશ્વરી યાત્રાધામ ટ્રસ્ટ નાં પ્રમુખશ્રી રાજેશભાઈ ભરાડીયા,મેને. ટ્રસ્ટી કિશોરભાઈ દાફડા તેમજ શ્રી અવલાદાદા માતંગ,શ્રી જયેશદાદા માતંગ,શ્રી મઘા દાદા માતંગ, દામજીભાઇ ડોરું સાથે જોડાઈ ને સહુ વ્રતધારી તપસ્વીઓ ની સાધના પૂર્ણ થાય તે માટે પ્રાર્થનાઓ કરી હતી.

🙏
🙏
🙏
🙏

Related Posts