ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશશ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ૭ ઓક્ટોબર
૨૦૦૧ના રોજ સૌપ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારબાદ તેમના નેતૃત્વમાં ૨૦૦૭
અને ૨૦૧૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો શાનદાર વિજય
થયો હતો. ગુજરાતમાં તેમના સળંગ શાસનમાં અનેક મહત્વની પ્રજાલક્ષી યોજનાઓ તેમજ સુદ્રઢ મનોબળ
પૂર્વક પારદર્શી વહીવટથી દેશભરમાં વિકસિત ગુજરાત મોડેલની સરાહના થવા લાગી અને ૨૦૧૪માં ગોવા
ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય બેઠકમાં તેઓને લોકસભા ૨૦૧૪ ઈલેક્શન કેમ્પેનના ચેરમેન
બનાવવામાં આવ્યા અને તે ચુંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ત્યારબાદ ૨૦૧૯ લોકસભાની
ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો તેમજ છેલ્લે ૨૦૨૪માં યોજાયેલ લોકસભાની
ચુંટણીમાં એન.ડી.એ. સરકારના વડા તરીકે તેઓએ દેશને સર્વોચ્ચ શિખરે પહોચાડેલ છે .
જન સામાન્યમાં દેશના સર્વાધિક લોકપ્રિય નેતા અને હવે ગ્લોબલ ડાયનેમિક લીડર બનેલા
મોદીસાહેબ ભારતીય રાજકારણમાં એક નવોજ ઈતિહાસ લખ્યો છે. દેશ ભરના બાળકો, યુવાનો, મહિલાઓ
અને વૃધ્ધો સૌ કોઈ તેમની અદ્ભુત કાર્યશમતા અને તેમના અજોડ નેતૃત્વને સ્વીકારી દેશ સુરક્ષિત હાથોમાં
વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે ત્યારે દેશ આખામાં મોદીસાહેબને વધાવવા થનગનાટ છે ત્યારે ગુજરાત માટે
સવિશેષ આનંદનો અવસર છે.
જીલ્લા વહીવટી તંત્ર સાથે અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટીમાં “સેવા જ્યોત” કાર્યક્રમની ઉજવણી
કરવા અનેરો ઉત્સાહ જોવા મળે છે. આગામી તારીખ ૭ ઓક્ટોબર ૨૦૨૬ના બુધવારના રોજ સવારે ૦૯:૦૦
કલાકે ફોરવર્ડ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં હજારો લોકો એકત્રિત થઇ વિદ્યાસભાના મેદાન સુધી માર્ચ કરશે અને
ત્યાં રાજ્યના મંત્રીઓ, પ્રદેશ ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના સંભાષણનું
જીવંત પ્રસારણ થશે.
અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના માર્ગદર્શમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, જીલ્લા
પંચાયત ઉપાધ્યક્ષ મહાવીબાપુ ભગત, કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ, નગરપાલિકાના પ્રમુખ
વૈશાલીબેન માંગરોળીયાની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં જીલ્લા ભાજપના મહામંત્રી અને કાર્યક્રમના
ઇન્ચાર્જ રાજુ ભૂતૈયા, મહામંત્રી મયુર માંજરીયા, કાર્યક્રમના જીલ્લા કન્વીનર દિવ્યેશ વેકરીયા, જીલ્લા પંચાયત
ચેરમેન અને સેવા જ્યોત કાર્યક્રમના ઇન્ચાર્જ ડેની પરમાર,સહ ઇન્ચાર્જ પી.વી. વસાણી, ઉપાધ્યક્ષ અને સહ
કન્વીનર મેહુલ ધોરાજીયા, ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી, મંત્રી ક્રિશ્નાબેન મકવાણા, જીલ્લા યુવા મોરચાના પ્રમુખ
ચેતન ધાનાણી, જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સાગર સરવૈયા, જીલ્લા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ ધર્મેશ
વિસાવળીયા, જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ દીપક વઘાસીયા, શરદ પંડયા, મનોજ મહીડા, જયાબેન ગેલાણી
સાથે અમરેલી જીલ્લા ભાજપના હોદેદારો નગરપાલિકાના હોદેદારો, જીલ્લા – તાલુકા પંચાયતના પ્રમુખ,
ઉપપ્રમુખ, ચેરમેનો, મંડલ પ્રમુખ, મહામંત્રીઓ, પ્રભારીઓ, જીલ્લા મોરચાના હોદેદારો, જીલ્લા પંચાયત
સદસ્યો તેમજ આ કાર્યક્રમના ઇન્ચાર્જશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે તેમ જીલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ
વિપુલ ભટ્ટીએ જણાવેલ છે.
અમરેલી જીલ્લા ભાજપ કાર્યલય ખાતે “સેવા જ્યોત” કાર્યક્રમની આયોજન બેઠક મળી

















Recent Comments