સીઆઈડી ક્રાઈમની ટીમને ૩૭ પાસપોર્ટ, ૧૮૨ પાસપોર્ટ કોપી, ૭૯ માર્કશીટ ઉપરાંત રૂ. ૫.૫૬ લાખની રોકડ મળી આવી
ગાંધીનગરમાં ઇન્ફોસિટી, કુડાસણ અને ચિલોડામાં દરોડા પાડવામાં આવ્યા. ડોલર કમાવવા કોઈપણ ભોગે વિદેશ જવાની ઘેલછામાં લોકો ગેરકાયદે રીતે પણ વિદેશ જવા તૈયાર થઈ હતા હોય છે. આવા વિઝા કન્સલ્ટન્ટ અને એજન્ટો સીઆઈડી ક્રાઈમની ઝપેટમાં આવ્યા છે. જે ઝ્રૈંડ્ઢ ક્રાઈમને વિઝા કૌભાંડને લઈ છેતરપિંડી અંગેની મળેલી કેટલીક ફરિયાદોના આધારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા શહેરમાં વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી એજન્સીને ત્યાં રેડ કરવામાં આવી છે. જેમાં મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. અમદાવાદ ,ગાંધીનગર અને બરોડામાં ૧૭ વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઇમ સંયુકત રેડ કરી. જે ૧૭ જેટલી જગ્યા પર ઝ્રૈંડ્ઢ ક્રાઈમના અધિકારી દ્વારા છેલ્લા ૧ મહિનાથી વોચ ગોઠવી હતી. એટલું જ નહીં નકલી ગ્રાહક મોકલી અને ઝ્રૈંડ્ઢ ક્રાઇમ દ્વારા કેટલીક આવી એજન્સીઓની ઓળખ કરવામાં આવી હતી
અને બાદમાં શુક્રવારે તમામ ૧૭ સ્થળોએ એક સાથે ગુપ્ત રેડ કરવામાં આવી હતી. જેમાં તપાસ કરનાર અધિકારીઓને પણ કઈ રેડમાં કઈ જગ્યાએ જવાનું છે તેની જાણકારી આપવામાં આવી ન હતી. પરંતુ એક કવરમાં એડ્રેસ અને વીડિયો કોલથી કામગીરી જણાવી હતી. જે બાદ ગુજરાતના ૩ મહાનગરોમાં ૧૭ સ્થળોએ દરોડા દરમિયાન કેટલાક દસ્તાવેજ, ઇલેક્ટ્રિક ગેઝેટ, રોકડ રકમ અને દારૂ પણ મળી આવ્યો છે. ગાંધીનગર અને અમદાવાદમાં ૮-૮ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં આંબાવાડી, મણિનગર, નારણપુરા, નવરંગપુરા અને સોલા વિસ્તારનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં ઇન્ફોસિટી, કુડાસણ અને ચિલોડામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત વડોદરામાં ગેંડા સર્કલ પાસે ઝ્રૈંડ્ઢ ક્રાઇમે રેડ કરી હતી. આ રેડ દરમિયાન સીઆઈડી ક્રાઈમની ટીમને ૩૭ પાસપોર્ટ, ૧૮૨ પાસપોર્ટ કોપી, ૭૯ માર્કશીટ હાથ લાગી છે. ઉપરાંત રૂ. ૫.૫૬ લાખની રોકડ ઝ્રૈંડ્ઢ ક્રાઇમ દ્વારા જપ્ત કરાઈ હ્લજીન્એ તમામ ડોક્યુમેન્ટની ચકાસણી શરુ કરી છે. બે સ્થળોથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો છે. જેમાં સી.જી રોડ પર આવેલ હાઇટેક એજ્યુકેશન કન્સલ્ટન્સી ઓફિસમાં ૭ દારૂની બોટલ અને ૩૫ બિયર મળી આવી અને ગાંધીનગર હોપ રેઝ વિઝા કન્સલ્ટન્સીમાંથી બે દારૂની બોટલ મળી આવી. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. ડુપ્લીકેટ ડોક્યુમેન્ટનાં આધારે વિઝા અને વર્ક પરમીટ આપતી એજન્સી પાસે મળી આવેલા ડોક્યુમેન્ટ કબજે કરી તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
જે તપાસ દરમિયાન વિઝા કૌભાંડને લઈ અન્ય લોકોના નામ ખુલી શકે તેવી શક્યતા છે. પરંતુ હાલ તો ૧૭ જગ્યાએથી મળી આવેલ ડોક્યુમેન્ટમાં સૌથી વધુ પાસપોર્ટ અને અન્ય રાજ્યોની માર્કશીટો મળી આવી છે. જેમાં ખોટા ડોક્યુમેન્ટ મળશે તો ગુનો નોંધવામાં આવશે. ત્યારે આવનાર દિવસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઇમ ટીમ અન્ય શહેરોમાં પણ રેડ કરી કાર્યવાહી કરશે.
શ્રી ઓવારસિસ પાસપોર્ટ, સોલા, અમદાવાદ ઃ શંકાસ્પદ ડોક્યુમેન્ટ ફાઈલ, મોબાઈલ, અન્ય શંકાસ્પદ દસ્તાવેજાે
ફર્સ્ટ સ્ટેપ ઓવારસિસ કન્સલ્ટન્ટ, મણિનગર, અમદાવાદ ઃ મોબાઈલ, ઝ્રઁેં, લેપટોપ, પ્રિન્ટર, સ્કેનર અને શંકાસ્પદ ડોક્યુમેન્ટ
લક્ષ્મી ઓવારસિસ કન્સલ્ટન્ટ, નવરંગપુરા, અમદાવાદ ઃ મોબાઈલ, હાર્ડ ડિસ્ક, લેપટોપ
હાઈટેક એજ્યુકેશન, સી જી રોડ, અમદાવાદ ઃ કલાયન્ટની માર્કશીટ, અન્ય માર્કશીટ, ઝ્રઁેં, રૂ. ૫૨ હજાર રોકડા, નોટરીના સિક્કા, શંકાસ્પદ અંગ્રેજી દારૂ ( ૭ સ્કોચ, ૩૫ બિયર)
ઓ એસ આઇ, વિજય ચાર રસ્તા, અમદાવાદ ઃ રબ્બર સ્ટેમ્પ, મોબાઈલ, લેપટોપ, ચેકબુક, ૩૩ લેટરપેડ, જુદા જુદા સર્ટિફિકેટ, સ્ર્ંેં, રૂ. ૩૮૫૦૦ રોકડા, અન્ય દસ્તાવેજ
સ્ટેપ ઇમિગ્રેશન, નારણપુરા, અમદાવાદ ઃ ડિજિટલ ડેટા
નેપ્ચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટ, અમદાવાદ ઃ ધોરણ અને ૧૨ની માર્કશીટ, બીકોમ ઓરિજનલ ડિગ્રી સર્ટિ, નિફ્ટનું ઓરીજનલ સર્ટિ, અલગ અલગ વ્યક્તિઓના લોન સેંક્શન લેટર , ફિક્સ ડિપોઝિટના પત્રો, સિન્ડિકેટ બેંકના લોન સેંક્શન લેટર
૩૦૪ વૃંદાવન ટ્રેડ સેન્ટર, કુડાસણ, ગાંધીનગર ઃ પાસપોર્ટ, ઓફર લેટર, ફોલ્ડર ફાઈલ, લેપટોપ, મોબાઈલ
ગેટઓન વિઝા કન્સલ્ટન્ટ, સેક્ટર ૨૨, ગાંધીનગર ઃ જુદા જુદા એલસી, માર્કશીટ, ડિગ્રી સર્ટિ, કોમ્પ્યુટર, પ્રિન્ટર
પ્રોટોન કન્સલ્ટન્સી, ગાંધીનગર ઃ ૨ મોબાઈલ ફોન, અન્ય દસ્તાવેજાે, આધારકાર્ડ, ડિપ્લોમા એન્જિનિયર માર્કશીટ
રિલાયન્સ ચોકડી, ગાંધીનગરઃ સીપીયુ અને મોબાઈલ
એમ ડી ઓવરસીસ કન્સલ્ટન્ટ એન્ડ કોચિંગ, ગાંધીનગર ઃ પાસપોર્ટ, મોબાઈલ ડેસ્કટોપ , પ્રિન્ટર, રૂ. ૪૬૫૯૧૦ રોકડા, અન્ય દસ્તાવેજી પુરાવા, માર્કશીટ, ડિગ્રી અને મેરેજ સર્ટિ, રબ્બર સ્ટેમ્પ
ઈન્ફોસિટી, ગાંધીનગર ઃ કોમ્પ્યુટર, ઓલ ઇન સિસ્ટમ, લેપટોપ, પ્રિન્ટર પાસપોર્ટ તથા અન્ય દસ્તાવેજી પુરાવા
હોપ રેઝ, ગાંધીનગર ઃ કોમ્પ્યુટર, મોબાઈલ, પ્રિન્ટર અને વિદેશી દારૂ
વડોદરા ઃ સર્વરની હાર્ડ ડિસ્ક, આઈપેડ, શંકાસ્પદ દસ્તાવેજાે.
Recent Comments