અમરેલી

તા. ૨૪ જાન્યુઆરીએ બાબરા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

આગામી તા.૨૪ જાન્યુઆરી, ૨૦૨૪ને બુધવારના રોજ બાબરા તાલુકા સ્વાગત કાર્યક્રમ બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૫ જાન્યુઆરી,૨૦૨૪ સુધીમાં તાલુકા મથકે મામલતદારશ્રીની કચેરી, બાબરા ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે. ગ્રામ સ્વાગતના પ્રશ્નો ગ્રામ પંચાયત કચેરીથી કોમ્પ્યુટરમાં ઓનલાઈન દાખલ કરી હાર્ડ કોપી તાલુકા પંચાયત બાબરા ખાતે રજૂ કરવાની રહેશે તેમ બાબરા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts