fbpx
અમરેલી

લોકસાહિત્ય સેતુ ની ૧૧૩મી નિયમિત બેઠક બાલભવન સંગીત હોલમા મળી

લોકસાહિત્ય સેતુના હરખની હેલી અમરેલીએ પ્રથમ વખત માણી.સુંદરકાંડ અને હનુમાન ચાલીશાનુ લયબધ્ધ સમૂહમાં ગાનથી વાતાવરણ પાવન હર્ષિત બન્યુ.પરમ પૂજ્ય મોરારીબાપુના રુડા આશીર્વાદ થી સ્થપાયેલ  લોકસાહિત્ય સેતુની ૧૧૩મી નિયમિત બેઠક બાલભવન મા સંપન્ન થઇ. પ્રારંભમા લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ પધારેલ સર્વ આદરણીય સદસ્યશ્રીઓ ભાઈઓ બહેનોને હેતથી આવકાર આપી કાર્યક્રમ અંતર્ગત વિસ્તૃત છણાવટ કરી. અમરેલી જિલ્લા વિશ્ર્વ હિંદુ પરિષદના પ્રમુખ આદરણીય ઈતેશભાઈ મહેતા અને પારુલબેન મહેતા દંપતિ અયોઘ્યાથી આવેલ પવિત્ર અક્ષતકુંભ ને ધારણ કરી પ્રભુ રામચંદ્રના જયજયકાર સાથે પધારતા 

ડો.જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મોટભાઈ સંવટ, નારણભાઇ ડોબરિયાએ, દેવકુભાઈ વાળા,પંકજભાઈ જોષી,લવજીભાઈ ચાવડા,રસીલાબેન વ્યાસ,તરુલત્તાબેન વ્યાસ , ચંદ્રકાંતભાઈ વ્યાસ, કમલેશભાઈ દવે,પ્રીજલ બેન દવે,પૂ.આશાબેન ગણાત્રા,પૂ.દેવેન્દ્રદાદા,રામરુપ ધારણ કરનાર ચી.જીત રાજ્યગુરુ,સમેત સુંદરકાંડ ગૃપના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બહેનો ભાઈઓએ પોતાના મસ્તક ઉપર કુંભ ધારણ કરી ભાગ્યશાળી થયા.પ્રસિદ્ધ સી.એ.શ્રી કમલેશભાઈ દવે તથા પ્રિજલબેન દવે દંપતિની સેવા નોંધ લઇ લોકસાહિત્ય સેતુના ગોવિંદભાઈ ગોંડલીયા,હસુભાઈ જોષી ,મહેન્દ્રભાઈ શુક્લ ,મોટાભાઈ સંવટ  ,નારણભાઇ ડોબરિયા,મહેન્દ્રભાઈ જોષીએ શાલ, પુષ્પગુચ્છથી ભવ્યાતિભવ્ય સન્માન કરવામા આવ્યુ. ભગવાન રામ,સીતાની ઉત્તમ આકર્ષક રંગોળી ઉત્સાહ પૂર્વક તૈયાર કરનાર અજમેરા સ્કૂલના શિક્ષિકા મિતલબેન વઘાસિયાનું સન્માન કરવામા આવ્યુ. પૂ.સદ્ગુરુદેવ રણછોડદાસબાપુના માનસપુત્રી પૂ.ડો.આશાબેન ગણાત્રાની આગેવાનીમાં પ.પૂ.દેવેન્દ્રદાદાના વ્યાસાસને સુંદરકાંડના પાઠનુ રાગરાગણીથી ભવ્ય સમૂહ સુરાવલીમા ભક્તિભાવપૂર્વક ગાન કરવામા આવ્યુ.

મુ. રવિબાપુ જેવા સાધુના કર્ણપ્રિય રાગથી ચોપાઈ ગાનથી પ્રભુ પધારવાની પૂર્વ સંધ્યાએ સ્વચ્છ આકાશમા સપ્તર્ષિ ના દર્શન થયા.પૂજન,અર્ચન પછી પાવન પ્રસાદ ગ્રહણ કરી બેઠક સંપન્ન કરવામા આવી. સમારંભને સફળ બનાવવા વિભાબેન રાજ્યગુરુ, મહેન્દ્રભાઈ શુકલ, હસુદાદા જોષી,સંજયભાઈ,રજનીભાઈ ભટ્ટ, રમેશભાઈ જાદવ, સોનલબેન ત્રિવેદી,માલતીબેન પંડ્યા વગેરેએ ભારે જહેમત ઉઠાવી.સુરાણીભાઈ, અશ્ર્વિનભાઈ ત્રિવેદી,નરેશભાઈ મહેતા,મુકુંદભાઈ મહેતાએ શુભેચ્છાઓ પાઠવી.આવા સુંદર આયોજન બદલ બાલભવનના ચેરમેન આદરણીય હેમેન્દ્રભાઈ મહેતા,મુખ્ય ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ  મહેતા તેમજ અમેરિકા સ્થિત આદરણીય મનિષાબેન પંડ્યા આર્થિક સૌજન્ય દાતાએ આનંદ વ્યક્ત કર્યો.આભાર દર્શન મહેન્દ્રભાઈ જોષીએ પોતાની આગવી શૈલીમા કર્યુ.

Follow Me:

Related Posts