ભાવનગર

ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસનો કાર્યક્રમ યોજાયો

ભાવનગર ખાતે જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ગર્લ્સ સમરસ હોસ્ટેલ ખાતે નારી વંદન ઉત્સવ વિક અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં મહિલા બાળ અધિકારી શ્રી, જાખણીયા, શ્રી નાયબ નિયામક સમાજ કલ્યાણ અધિકારીશ્રી કે. એફ. મકવાણા, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી હેતલબેન દવે તેમજ 181 દ્વારા કાયદા અને વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ અને મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.

Related Posts