અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) માં વિપક્ષના નેતા તરીકે ફરી વખત શહેઝાદ ખાન પઠાણની વરણી કરવામાં આવી છે, સતત બીજી વખત વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા છે. કોંગ્રેસ ચૂંટણી પંચના સભ્યોએ કરી પરિણામની જાહેરાત કરી છે.છસ્ઝ્રમાં કોંગ્રેસના ૨૩ પૈકી ૧૮ કોર્પોરેટરોએ મતદાન કર્યું હતું. શહેઝાદ ખાન પઠાણના સમર્થનમાં તમામ મત પડ્યા. તમામ ૧૮ કોર્પોરેટરોએ શહેઝાદ ખાન પઠાણને મત આપ્યો. કોંગ્રેસના ૫ કોર્પોરેટરોએ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર પણ કર્યો હોવાનું સામે આવ્યું હતું.મહત્વનું છે કે રાજશ્રી કેસર, નિરવ બક્ષી, કામીની ઝા, માધુરી કલાપી, કમળાબેન ચાવડાએ મતદાન ન કર્યું. ચૂંટણીમાં શહેઝાદ ખાન પઠાણ અને નિરવ બક્ષીના જૂથે દાવેદારી કરી હતી.
AMC વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણની ફરી વરણી કરવામાં આવી

Recent Comments