fbpx
અમરેલી

“સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”

તા. ૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે.”સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અંતર્ગત દામનગર નગરપાલિકા દ્વારા દામનગરના ખોડિયાર ચોકથી સરદાર ચોક, બહારપરા વિસ્તાર, ઘનશ્યામ નગર સહિતના વિસ્તારોમાં રાત્રિ સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. અમરેલી નગરપાલિકા દ્વારા માણેકપરા અને સુખનાથપરા સહિતના વિસ્તારમાં રાત્રિ સફાઈ હાથ ધરવામાં આવી હતી. શહેરના ચિતલ રોડ, લાઠી રોડ, લીલીયા રોડ પર આવેલ નાના-મોટા સ્પોટ સહિતમુખ્ય રાજમાર્ગો પર સફાઈ કામગીરી તેમજ ડિવાઇડર નજીક સાફ-સફાઈ કરવામાં આવી હતી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરવા આહ્વાન કરવામાં આવ્યુ હતુ. શહેર અને ગ્રામ્ય વિસ્તાર સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બને, રોગચાળા મુકત બને તે બાબતે સહિયારી જવાબદારી સાથે સ્વચ્છાગ્રહી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/