fbpx
ગુજરાત

મેઘો નોરતાની છેલ્લી રાત બગાડી શકે; આજે જૂનાગઢ, અમરેલી ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

Gujarat Weather Today: ગુજરાતમાં ગઇકાલથી ફરી મેઘાવી માહોલ જામ્યો છે. રાજ્યમાં ઘણા વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેલૈયાઓની નવરાત્રીની મજા બગડી હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની જ્યારે અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, વડોદરા સહિતના જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુરમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. કચ્છમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદામાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/