રાષ્ટ્રીય

Rajesh Power Servicesનો IPO 25નવેમ્બરે ખુલશે

ગુજરાતી કંપની રાજેશ પાવર સર્વિસનો આઈપીઓ ૨૫ નવેમ્બરે ઓપન થઈ રહ્યો છે. બજારના નકારાત્મક વલણ વચ્ચે આ છઠ્ઠો એસએમઈ આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. કંપનીના આઈપીઓની સાઇઝ ૧૬૦ કરોડ રૂપિયાની છે, આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ ૩૨૦ રૂપિયાથી ૩૩૫ રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ ૨૨ નવેમ્બરથી દાવ લગાવી શકશે. એન્કર ઈન્વેસ્ટરોથી કંપની ૪૪.૭૭ કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે. બધા માટે આઈપીઓ ૨૭ નવેમ્બરે બંધ થઈ રહ્યો છે.

આ આઈપીઓ દ્વારા ૨૭.૯૦ લાખ ફ્રેશ શેર જારી કરવામાં આવશે. તો ઓફર ફોર સેલ હેઠળ ૨૦ લાખ શેર વેચવામાં આવશે. કંપનીના પ્રમોટર્સ પંચાલ અને પટેલ ફેમેલી શેર વેચી રહ્યાં છે. મહત્વનું છે કે વર્તમાન સમયમાં પ્રમોટર્સની કુલ ભાગીદારી ૧૦૦ ટકા છે. ૈંર્ઁં ના મહત્તમ ૫૦ ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત રહેશે. તે જ સમયે, ઓછામાં ઓછા ૩૫ ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રહેશે. તમને જણાવી દઈએ કે, ૧૫ ટકા શેર બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત રહેશે. રાજેશ પાવર સર્વિસ આઈપીઓના શેરનું એલોટમેન્ટ ૨૮ નવેમ્બરે થશે. બીએસઈ એસએમઈમાં કંપનીનું લિસ્ટિંગ ૨ ડિસેમ્બર ૨૦૨૪ના સંભવિત છે. ૈંજા છઙ્ઘદૃૈર્જજિ ઁદૃં આ આઈપીઓ માટે લીડ મેનેજર છે. તો બિકશેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ આ આઈપીઓના રજીસ્ટ્રાર છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. ૩૧,૭૮૫.૦૯ કરોડ હતી. આ નફો ૨૭૬૮.૨૫ કરોડ રૂપિયા રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ કંપનીની સ્થાપના ૧૯૭૧માં થઈ હતી.

Related Posts