fbpx
ગુજરાત

સુરતમાં હની ટ્રેપની ઘટનામાં વેપારી પાસેથી રૂ. ૧.૭૦ લાખ પડાવવામાં આવ્યા

સુરતમાં હની ટ્રેપની વધુ એક ઘટના નોંધાઈ છે. કતારગામમાં પોલીસનો સ્વાંગ રચીને વેપારીને હની ટ્રેપમાં ફસાવી ૧.૭૦ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. યુવતી સાથે વેપારીનો વિડીયો ઉતારીને ખંડણી માંગવામાં આવી હતી. સુરતમાં હની ટ્રેપની વધુ એક ઘટના નોંધાઈ છે. કતારગામમાં પોલીસનો સ્વાંગ રચીને વેપારીને હની ટ્રેપમાં ફસાવી ૧.૭૦ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. યુવતી સાથે વેપારીનો વિડીયો ઉતારીને ખંડણી માંગવામાં આવી હતી. ખંડણી વસૂલનારા ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોબાઇલની દુકાન ધરાવતો યુવક હની ટ્રેપનો ભોગ બન્યો છે. યુવકને નીલકંઠ સોસાયટીમાં આવેલા મકાનમાં બોલાવીને ફસાવવામાં આવ્યો હતો.

શખ્સોએ પોલીસની ઓળખ આપીને રૂપિયા પડાવ્યા હતા. રૂપિયા ઓનલાઇન પડાવીને યુવકની બાઇક પણ લીધી હતી. વેપારીએ ફરિયાદ નોંધાવતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતની કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લલના સાથે વેપારીનો અર્ધનગ્ન વિડીયો ઉતારીને ખંડણી માંગવામાં આવી છે. ખંડણી વસૂલનારા ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતના વરાછામાં મોબાઇલની દુકાન ધરાવતો યુવક હની ટ્રેપનો ભોગ બન્યો છે. તેને પહેલા તો પરિચિત મહિલાએ કોલ કર્યો હતો. આ મહિલાની સાથે રહેલી લલનાએ શરીર સુખની ઓફર આપી કતારગામ ખાતે બોલાવ્યો હતો. નીલકંઠ સોસાયટીમાં આવેલા મકાનમાં બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યો હતો. હાથમાં હાથકડી લઈ આવેલા શખ્સોએ પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવ્યા હતા. મની ટ્રાન્સફરથી રૂપિયા ઓનલાઇન પડાવી યુવકની બાઇક પણ લઈ લીધી હતી. એક મહિના પછી વેપારીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. આના પગલે પોલીસે દક્ષા આકોલિયા, જયશ્રી બોરડ, દિવ્યા તલાવિયા, નકલી પોલીસ પાર્થ મંગલ ઢોલાની ધરપકડ કરી હતી. સુરતની કતારગામ પોલીસે આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts