સાવરકુંડલા માં આવેલ પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર જેના ડાયરેક્ટર પ્રશીલભાઈ મહેતાની અથાગ મહેનત ના કારણે પ્લાઝમા ઈન્સ્ટિટ્યૂટ નું નામ ગુજરાત લેવલે રોશન થયેલ છે અને આ અનન્ય સિદ્ધિ હાંસલ કરેલ છે. પ્લાઝમા ઈન્સ્ટિટ્યૂટ ને ઓલ ઈન્ડિયા કમ્પ્યુટર એજ્યુકેશન સોસાયટી દ્વારા ગુજરાત લેવલે બેસ્ટ ઇન્સ્ટિટયૂટ નો એવોર્ડ મળેલ છે જે ખરેખર સાવરકુંડલા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. પ્રશીલભાઈની મહેનતને કારણે સંસ્થાએ જે સિદ્ધિ હાંસલ કરેલ છે તે ખરેખર બિરદાવવા લાયક છે. પ્લાઝમા કોમ્પ્યુટર ના ડાયરેક્ટર પ્રશીલ મહેતા આ બધો શ્રેય પોતે ન લેતા સંસ્થાના વિદ્યાર્થીઓ તેમજ ટિચરોને આ સફળતાનાં સહભાગી ગણાવે છે .સાવરકુંડલામાં આવું મહાનગર સમાન કોમ્પ્યુટર નું શિક્ષણ મળે તે ખરેખર પ્રશિલ મહેતા ની અવિરત મહેનત નું જ પરિણામ છે. પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ ની આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ મિત્ર વર્તુળ દ્વારા અભિનંદન વર્ષા થઈ રહી છે. તેમ રિપોર્ટર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
સાવરકુંડલાના કોમ્પ્યુટર ક્ષેત્રે ખ્યાતિ પામેલ પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ નેઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એજ્યુકેશન સોસાયટી દ્વારા બેસ્ટ ઇન્સ્ટિટયૂટ એવોર્ડ એનાયત

Recent Comments