સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે રાજ્ય સરકારશ્રીની ‘શ્રી સરસ્વતી સાધના યોજના’ અંતર્ગત ધોરણ-૯ માં અભ્યાસ કરતી ૩૦૮ વિદ્યાર્થીનીઓ માટે ભવ્ય સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ગેડિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દીકરીઓને સાયકલ એનાયત કરાઈ હતી. શાળાના આચાર્યા શ્રીમતી ઉષાબેન તેરૈયાએ સાયકલ મેળવનાર તમામ વિદ્યાર્થીનીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમગ્ર કામગીરી શાળાના વહીવટી વિભાગના શ્રી મનુભાઈ રાઠોડ, શ્રી વિજયભાઈ ગોંડલિયા, શ્રી મનીષભાઈ ભદ્રેશ્વરા, શ્રી શિરીષભાઈ ઠાકર અને શ્રી જગદીશભાઈ ખોખર દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. સાયકલ મળતા જ વિદ્યાર્થીનીઓમાં ભારે આનંદ વ્યાપી ગયો હતો અને વાલીઓએ સરકારશ્રી તથા શાળા પરિવારનો આભાર માન્યો હતો.


















Recent Comments