રાષ્ટ્રીય

દુનિયાના ૫ સૌથી અસુરક્ષિત દેશ, જ્યાં મહિલાઓ વિરુદ્ધ અપરાધો વધી રહ્યા છે

એવા દેશો છે જ્યાં મહિલાઓ મુસાફરી કરવાનું વિચારે તો થોડી સાવધાની રાખવી જાેઈએ. ખાસ કરીને જાે મહિલાઓ એકલી જવા માંગતી હોય તો તેણે પોતાની સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. આ દેશોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. જાણો કયા એવા દેશો છે જે મહિલા પ્રવાસીઓ માટે સુરક્ષિત ન કહી શકાય. મહિલા પ્રવાસીઓ માટે વિશ્વના સૌથી ખતરનાક દેશોની યાદીમાં દક્ષિણ આફ્રિકા ટોચ પર છે. માત્ર અહીંની સ્થાનિક મહિલાઓ જ રાત્રે એકલા ચાલવામાં અત્યંત અસુરક્ષિત અનુભવે છે.

મહિલાઓની હત્યાના મામલામાં દક્ષિણ આફ્રિકા પણ ટોચ પર છે. બ્રાઝિલ ભલે મનોરંજન માટે બેસ્ટ હોલી ડે ડેસ્ટિનેશન લાગે પરંતુ આ દેશ મહિલાઓની ઇરાદાપૂર્વક હત્યા કરવાના મામલામાં વિશ્વમાં ત્રીજા નંબર પર છે. રશિયા મહિલાઓ માટે અસુરક્ષિત દેશોના લિસ્ટમાં ભલે ત્રીજા નંબર પર છે પરંતુ આ મહિલાઓની ઈરાદાપૂર્વક હત્યા કરવાના મામલે વિશ્વમાં બીજા નંબરે છે. જ્યારે અસુરક્ષિત દેશોની યાદીમાં મેક્સિકો ચોથા સ્થાને છે. મહિલાઓ માટે સૌથી ખતરનાક અને અસુરક્ષિત દેશોની યાદીમાં ઈરાન પાંચમા નંબરે છે. મહિલાઓના અધિકારોને લઈને આ દેશમાં ઘણો ભેદભાવ છે. આવી સ્થિતિમાં અહીં મહિલાઓની સુરક્ષાની વાત કરવી અર્થહીન છે. આ પછી યાદીમાં છઠ્ઠા સ્થાને ડોમિનિકન રિપબ્લિક અને સાતમા સ્થાને ઈજિપ્ત આવે છે. ઇજિપ્તમાં માત્ર ૪૭ ટકા મહિલાઓ જ રાત્રે એકલી ચાલવામાં સલામતી અનુભવે છે. મહિલાઓ માટે અસુરક્ષિત દેશોની યાદીમાં મોરોક્કો આઠમા નંબરે, ભારત નવમા નંબરે અને થાઈલેન્ડ દસમા નંબરે છે.

Related Posts