ભારતીય મૂળની એક મહિલા પર તેના દીકરાનું ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપી ૪૮ વર્ષીય મહિલાનું નામ સરિતા રામારાજુ છે. જેણે પહેલા તો ડિઝ્નીલેન્ડમાં દીકરાને ફેરવ્યો હતો અને પછી દીકરાની ક્રૂરતાપૂર્વક ગળું કાપી નાખી હત્યા કરી દીધાનો આરોપ લાગ્યો છે.
આ ઘટના બાબતે કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટીના જિલ્લા એટોર્ની કાર્યાલયના એક નિવેદનમાં જણાવાયું હતું કે જાે ભારતીય મૂળની આ મહિલા તમામ આરોપોમાં દોષીત ઠરશે તો તેને મહત્તમ ૨૬ વર્ષની કારાવાસની સજા થશે. ઉલ્લેખનીય છે કે આ મહિલાએ ૨૦૧૮માં પતિ જાેડે છૂટાછેડા લઈ લીધા હતા અને દીકરા સાથે એક મોટેલમાં રહેતી હતી.
આ સમગ્ર મામલે સૂત્રો થકી મળતી માહિતી મુજબ, તા. ૧૯ માર્ચ ૨૦૨૫ના રોજ આ ઘટના બની હતી જ્યારે સરિતા મોટેલથી ચેક આઉટ કરીને તેના દીકરાને તેના પિતા જાેડે મૂકી આવવાની હતી. જાેકે સરિતાના મગજમાં શું ખબર શું ચાલતું હતું કે તેણે સવારે ૯૧૧ પર કૉલ કરીને જાણ કરી દીધી કે તેણે પોતાના દીકરાને મારી નાખ્યો છે અને હવે પોતે ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી રહી છે. આ જાણકારી મળતાં જ સાંતા એના પોલીસ મોટેલ પહોંચી ગઈ હતી જ્યાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
Recent Comments