રાષ્ટ્રીય

કેનેડાના રૉકલેન્ડ વિસ્તારમાં ૧ ભારતીય નાગરિકની ચાકૂ મારીને હત્યા; ૧ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત

કેનેડાના રૉકલેન્ડમાં એક ભારતીય નાગરિકની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે ત્યારે કેનેડામાં ભારતીય દૂતાવાસ અનુસાર, એક શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે. કેનેડાની પોલીસે સમગ્ર ઘટનાના વિશે હજુ સુધી ખુલાસો નથી કર્યો પરંતુ, ભારતીય દૂતાવાસે પીડિત પરિવારને દરેક સંભવ સહાય કરવા પ્રયાસ હાથ ધર્યા છે.
આ મામલે ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, ‘અમે રૉકલેન્ડમાં ભારતીય નાગરિકની ચાકૂ મારીને કરવામાં આવેલી હત્યાથી ખૂબ દુ:ખી છીએ. પોલીસે જણાવ્યું છે કે, એક શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે. અમે સ્થાનિક સમુદાય દ્વારા શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ.’
આ ઘટના અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ક્લેરેન્સ-રૉકલેન્ડમાં આજે સવારે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી અને પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હતી. જાેકે, હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે, ભારતીય દૂતાવાસે પણ આ જ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે કે કેમ.

Related Posts