દામનગર ડેલી વાળા બોખા પરિવાર આયોજિત શ્રી મદ્ર ભાગવત કથા ની મુખ્ય યજમાન ના નિવાસસ્થાન થી ભવ્ય પોથી યાત્રા શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ફરી પરંપરાગત સુશોભિત બળદ ગાડા માં પોથીયાત્રા પ્રસ્થાન અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ સંવત ૨૦૮૧ વૈશાખ સુદ નવમી થી શ્રી મદ્ર ભાગવત કથા નો પૂજ્ય હઠયોગી ખડેશ્વરી તપોમૂર્તિ ઘનશ્યામગિરી ના વરદહસ્તે દીપ પ્રાગટય કરી ભવ્ય અને દિવ્ય ધર્મોત્સવ નો રંગા રંગ પ્રારંભ
વાડી વાળા હનુમાનજી ના સાનિધ્ય માં ડેલીવાળા બોખા પરિવાર ના પિતૃ મોક્ષાર્થે યોજાયેલ શ્રી મદ્ર ભાગવત કથા નું ભાવાત્મક શૈલી રસપાન કરાવશે અંકિત કુમાર પંડિત શ્રી મદ્ર ભાગવત કથા દરમ્યાન અનેક સંતો સમાજ શ્રેષ્ટિ ઓ ઉપસ્થિત રહેશે કથા માં આવતા દરેક પ્રસંગો વેશભૂષા સાથે ભવ્ય રીતે ઉજવાશે કથા શ્રાવકો માટે દૈનિક સાત્વિક ભોજન પ્રસાદ ની અદભુત વ્યવસ્થા ડેલીવાળા બોખા પરિવાર દ્વારા ભવ્ય ધર્મોત્સવ માં રાત્રી એ નામી અનામી ક્લાવૃંદ દ્વારા સંતવાણી યોજાશે શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ધ્યાનકર્ષ રીતે ભવ્ય પોથી યાત્રા ધર્મોત્સવ સ્થળ છભાડીયા રોડ ડેલીવાળા પરિવાર ની વાડી ખાતે પહોંચી વૈદિક મંત્રોચ્ચાર ની દિવ્ય ધ્વનિ વચ્ચે અંકિત પંડિત વિકળિયા વાળા ના વ્યાસાસને આજ થી આગામી તા.૧૨/૦૫/૨૫ સુધી શ્રી મદ્ર ભાગવત કથા નો અવિરત જ્ઞાનયજ્ઞ ચાલશે
Recent Comments