ઈન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં મુસાફરો ને લઈ જઈ રહેલી બસનો ભયાનક અકસ્માત થયો હતો જેમાં 12 મુસાફરોના મોત થયા હતા અને 23 ઇજાગ્રસ્ત થયા હતા. મુસાફરોથી ભરેલી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ અચાનક પરથી કાબુ ગુમાવતા અક્સમાત સર્જાયો હોવાનું કહેવાય છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ પૂરઝડપે દોડી રહી હતી. આ દરમિયાન બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે. એક વળાંકમાં બસની બ્રેક ન વાગતા અનિયંત્રિત થઈને પલટી ગઈ હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અકસ્માત કયા કારણોસર થયો, તેની તપાસ કરી રહી છે.
આ બસ અકસ્માતમાં 23 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ પીડિતોને શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ કેટલાક મુસાફરોની સ્થિતિ ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
Recent Comments