અમરેલી

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પરિસ્થિતિ વચ્ચે ધારી બગસરા વિધાનસભાના ધારાસભ્ય જે.વી કાકડીયા દ્વારા તેમનો એક માસનો ધારાસભ્ય તરીકે મળતો પગાર દેશના એક જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્રીય હિત કાજે  દેશના રાષ્ટ્રીય રક્ષા કોષમાં  સમર્પિત કરવામાં આવ્યો

ધન્ય જે એ માતાપિતા, ધન્ય છે એ પરિવાર જેમાં આવા રાષ્ટ્રીય ચેતનાસભર વિચારોના પરિપોષણ થાય છે 

ઘડીનો પણ વિલંબ કર્યા વગર પોતે સૌ પ્રથમ આગળ આવીને આ સમર્પણ કર્યું તે ખરેખર બિરદાવવા લાયક છે.. 

ખુબ ઓછા લોકો લક્ષ્મીનો યોગ્ય સદુપયોગ કરે છે. જે. વી કાકડીયા તે પૈકીના એક છે. 

ધારી બગસરા વિધાનસભાના વિસ્તારના જાગૃત અને અડધી રાતનો હોંકારો એવા ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા દ્વારા સૌ પ્રથમ આગળ આવીને ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ તણાવ પરિસ્થિતિ વચ્ચે દેશના એક જવાબદાર નાગરિક તરીકે પોતાની નૈતિક ફરજ સમજીને ધારાસભ્ય તરીકે પોતાને મળતા માસિક વતનમાંથી એક માસનો પગાર દેશના રાષ્ટ્રીય રક્ષા કોષમાં સમર્પિત કરતાં રાષ્ટ્રહિતનું કાર્ય કરવા બદલ ખરેખર ગૌરવની લાગણીઓ સાથે ખુબ-ખુબ અભિનંદનીય કાર્યને બિરદાવવું એ જ સાચા અભિનંદન. ધન્ય છે એના માતાપિતાને કે જેણે આવી રાષ્ટ્રીય ભાવનાના અખૂટ સંસ્કારનું તેના જીવનમાં સિંચન કર્યું ધન્ય છે એ પરિવાર પણ.. 

ઓપરેશન સિંદુર દ્વારા ભારત-પાકિસ્તાન સરહદે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સમર્પણને સલામ કરતાં, ધારી-બગસરા-ખાંભા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે પોતાના એક મહિનાનો પગાર ભારતીય સેનાને સમર્પિત કરી એક અનન્ય દાખલો રજૂ કર્યો છે. આ ઉદાત્ત કાર્ય દેશભક્તિ, ત્યાગ અને સેવાનું પ્રતીક છે, જે ગુજરાતની ધરતીની ગરિમાને વધુ ઉજ્જવળ કરે છે. આ પ્રેરણાદાયી પગલાંથી ન માત્ર સૈનિકોનું મનોબળ ઉંચું થશે, પરંતુ સમાજના દરેક વર્ગમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત થશે. ધારાસભ્યના આ નિર્ણયને  ધારી-બગસરા-ખાંભા વિસ્તારના નાગરિકોએ વધાવી જે. વી કાકડીયાને અભિનંદન પાઠવતાં જોવા મળ્યા હતાં  એમનું આ  યોગદાન ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત થશે એ પણ નિર્વિવાદિત ઘટના ગણી શકાય.

Related Posts