સરપંચ શ્રી રમાબેન નાકરાણી અને ઉપસરપંચ શ્રી મેહુરભાઈ ગોહિલના નેતૃત્વમાં થશે આયોજનો
ઈશ્વરિયા શનિવાર તા.૧૯-૭-૨૦૨૫
તાજેતરમાં યોજાયેલ ચૂંટણીઓ દરમિયાન ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં વિકાસ કામોનો સંકલ્પ વ્યક્ત કરાયો છે. સરપંચ શ્રી રમાબેન નાકરાણી અને ઉપસરપંચ શ્રી મેહુરભાઈ ગોહિલના નેતૃત્વમાં આયોજનો થશે.
ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં આવેલ ચૂંટણી દરમિયાન અગ્રણીઓમાં માર્ગદર્શન સાથે બિનહરીફ સમરસ ગ્રામપંચાયત થયાં બાદ ઉપસરપંચ માટે પણ બિનહરીફ શ્રી મેહુરભાઈ ગોહિલ થયાં છે.
તલાટી મંત્રી શ્રી મૂકેશભાઈ પરમારનાં સંકલન સાથે સિહોર તાલુકા બાંધકામ વિભાગના મદદનીશ ઈજનેર શ્રી વિપુલભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં નવા સૂત્રધારોને સત્તા સોંપવામાં આવેલ.
તાજેતરમાં યોજાયેલ ચૂંટણીઓ દરમિયાન ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં આ પહેલી બેઠકમાં વિકાસ કામોનો સંકલ્પ વ્યક્ત કરાયો છે. સરપંચ શ્રી રમાબેન નાકરાણી અને ઉપસરપંચ શ્રી મેહુરભાઈ ગોહિલના નેતૃત્વમાં આયોજનો થશે. સરપંચ શ્રી અને ઉપસરપંચ શ્રી સાથે સભ્યો શ્રી રણજીતભાઈ સોલંકી, શ્રી હિતેશગિરી ગોસ્વામી, શ્રી વિશાલભાઈ મકવાણા, શ્રી વિભાબેન રાઠોડ, શ્રી રૂપાલીબેન ચૌહાણ, શ્રી દિપ્તીબેન મકવાણા તથા શ્રી મનીષાબેન સોલંકીને અગ્રણીઓએ શુભકામના પાઠવી છે.


















Recent Comments