“વ્યક્તિ કરતા વધુ તેના કર્મો વધુ સમય જીવંત રહે છે અને તે સતકર્મો જ વ્યક્તિ ને અમર બનાવે છે” પીયૂસ ધાનાણી મોટીવેશનલ સ્પીકર
“સદેહ સ્વ મીનાક્ષીબેન ગાંધી આપણી વચ્ચે ભલે નથી રહ્યા પણ વિચારો રૂપે સદાકાળ જીવંત તેના કર્મો તેને અમર બનાવે છે” પરમાર્થ ટ્રસ્ટ ભરત માંગુકિયા
દામનગર ના દહીંથરા શ્રી અલખઘણી ગૌ સેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ પરિસર માં જીવદયા પ્રેમી જેન શ્રેષ્ટિ કરુણા વત્સલ્ય શ્રી મતિ મીનાક્ષીબેન પ્રકાશભાઈ ગાંધી ગત તા.૦૬/ જુલાઈ ના રોજ સુરત ખાતે દેહાંવસાન થતા અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માં પ્રાર્થના સભા યોજાય આજ રોજ તા.૧૨/૦૭/૨૬ રોજ સ્વ મીનાક્ષીબેન ગાંધી ની પ્રાર્થના સભા દહીંથરા ગૌશાળા પરિસર માં યોજાય હતી જીવદયા પ્રેમી ઉદાર દાતા રત્ન પ્રકાશચંદ્ર સુરજમલ ધાનેરા વાસી ઓશિયા જેમ્સ ના મોભી ના ધર્મ પત્ની અસો સ્વ મીનાક્ષીબેન ગાંધી ની પ્રાર્થના સભા માં દામનગર ઢસા લાઠી સહિત ના શહેરી વિસ્તારો અને અનેક ગ્રામ્ય પંથક ની સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થાનો એ સદગત ની પરોપકારી પ્રવૃત્તિ સ્મૃતિ વાગોળી હતી સ્વ મીનાક્ષીબેન ગાંધી સદેહ ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જન માનસ માં સદા કાળ જીવંત સદગત ના કર્મો જ તેમને અમર બનાવે છે અગ્રણી ઉદ્યોગ પતિ ઓ કેળવણી રત્નો જીવદયા પ્રેમી સંસ્થાનો દ્વારા ગાંધી પરિવાર ને સધિયારો પાઠવતા અનેક આગેવાનો પૂજ્ય સંતો જેન જેનોતર શ્રેષ્ટિ ઓ એ સદગત ને શ્રદ્ધાંજલિ આપી ગાંધી પરિવાર ને સાંત્વના પાઠવી હતી જીવદયા પરમાર્થ પ્રવૃત્તિ ના પોષક જેન શ્રેષ્ટિ પ્રકાશભાઈ ગાંધી પરિજનો ને સધિયારો આપતા હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ બાંધકામ સહિત અનેક જાણીતી સંસ્થા ઓ દ્વારા શ્રદ્ધા સુમન અપર્ણ કરાયા હતા મોટી સંખ્યા માં વિવિધ ધર્મ સંસ્થાનો ના શોક સંદેશા દ્વારા સદગત શ્રી મતિ મીનાક્ષીબેન ગાંધી ના પરમાર્થ મય જીવન ને યાદ કરાય હતી પરોપકારી મિતભાષી સ્વભાવ સદગુણો ની સ્મૃતિ કરાય હતી સ્વ મીનાક્ષીબેન ને શ્રદ્ધાંજલિ પાઠવતા સુરત પરમાર્થ ટ્રસ્ટ ના ભરતભાઈ માંગુકિયા જાણીતા મોટી વેશનલ સ્પીકર પીયૂસ ધાનાણી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના મનસુખભાઇ નારોલા ભગવાનભાઈ નારોલા મણીભાઈ પુસ્તકાલય પરિવાર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સમસ્ત દામનગર જેન સંધ અગ્રણી ઓ વેપારી અગ્રણી એ સદગત ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા


















Recent Comments