પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નિમિત્તે યોજાયેલા ‘સ્વચ્છતા એ જ સંકલ્પ’ માં દારૂની ખાલી બોટલ મળી આવતા નવો વિવાદ ઉભો થયો છે.
આ બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરજા ગુપ્તા અને મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર હતા. તે સમયે, સફાઈ કરી રહેલા રાજ્યમંત્રી ઋષિકેશ પટેલને એક ઝાડ પાસે દારૂની ખાલી બોટલ મળી આવી હતી. તેમણે તરત જ આ બોટલ ઉપાડીને ધીમેથી કુલપતિ ડૉ. નિરજા ગુપ્તાને આપી દીધી હતી. નિરજા ગુપ્તાએ મીડિયાની નજરથી દૂર રહેવા માટે તે બોટલને બે પાણીની ખાલી બોટલોથી ઢાંકીને કચરાપેટીમાં નાખી દીધી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં લોકો બોટલને લઈ અલગ-અલગ તર્ક આપી રહ્યા છે. જ્યારે, NSUI એ આ ખાલી બોટલ દારૂની હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને આ મામલે યુનિવર્સિટી તંત્ર અને સરકાર પાસે જવાબ પણ માગ્યો છે.




















Recent Comments