સાવરકુંડલા શહેર આવેલ કબીર ટેકરી ખાતે શરદપૂર્ણિમા નિમિત્તે વસ્ત્ર વિતરણ, સાહિત્ય ગોષ્ઠિ અને મહાપ્રસાદ એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી જેમાં મહંત શ્રી નારાયણ સાહેબ, શ્રી ઘનશ્યામબાપુ, શ્રી કરશનગીરીબાપુ, શ્રી ગૌતમગીરીબાપુ અને શ્રી રામદાસબાપુ વગેરે સંતો મહંતો હરતે કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન સ્મિતાબેન નિમ્બાર્ક દ્વારા કરવામાં આવ્યું હતું.જયારે વાસુદેવભાઈ સોઢા (બાળવાર્તાકાર ) દ્વારા કબીર ટેકરીની સેવાકીય પ્રવૃતિઓનો વિસ્તારથી ખ્યાલ આપ્યો હતો. શ્રી ઘનશ્યામ બાપુ ( રામાનંદી કન્યા છાત્રાલય) અને મુકેશભાઈ ભજનિકે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. કબીર ટેકરીની અવિરતપણે વહેતી સેવાની સરવાણી વિશે ધનજીભાઈ મકવાણાએ ભજન રજૂ કયું હતું.અતિથિવિશેષ તરીકે દુર્ગેશભાઈ ઓઝા ( પોરબંદર) અને કાલિન્દીબેન પરીખ ( અમરેલી) દ્વારા સાહિત્યિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ નિમિત્તે અશોકભાઈ જોષી, ઈલાબેન જોષી, ઉમેશભાઈ ચાવડા ( ચલાળા), પ્રવીણભાઈ ચૌહાણ, કનાભાઈ વાળા, નાનજીભાઈ દાફડા,પ્રવિણભાઈ દાફડા ( સરસઈ) હાજરી આપી હતી આભારવિધિ સુધીરભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન મનીષભાઈ વિંઝુડાએ કર્યું હતું.
સાવરકુંડલા કબીર ટેકરી ખાતે શરદપૂર્ણિમા નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
















Recent Comments