ગીર જંગલમાં સિંહની પજવણી કરવાના ગંભીર મામલામાં વન વિભાગે કડક કાર્યવાહી કરી છે. જસાધાર રેન્જમાં સિંહને હેરાન કરતા વેરાવળના ત્રણ યુવાનોને બાબરીયા રેન્જના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા અને તેમને વધુ કાર્યવાહી માટે જસાધારના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સોંપ્યા હતાગીર જંગલમાં સિંહની પજવણી કરવાના ગંભીર મામલામાં વન વિભાગે કડક કાર્યવાહી કરી છે. જસાધાર રેન્જમાં સિંહને હેરાન કરતા વેરાવળના ત્રણ યુવાનોને બાબરીયા રેન્જના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા અને તેમને વધુ કાર્યવાહી માટે જસાધારના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સોંપ્યા હતા. આ ત્રણેય શખ્સોની ધરપકડ બાદ વન વિભાગે જ્યારે તેમના મોબાઇલ ફોનની તપાસ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો.તેમના મોબાઇલમાંથી માત્ર જસાધાર રેન્જમાં જ નહીં પરંતુ બાબરીયા રેન્જમાં પણ સિંહની પજવણી કરતા વીડિયો ફૂટેજ મળી આવ્યા હતા. આ પુરાવાઓથી સ્પષ્ટ થયું કે આ યુવાનો નિયમિતપણે સિંહને હેરાન કરવાની પ્રવૃત્તિમાં સામેલ હતા. વન વિભાગે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ઝડપાયેલા ત્રણેય શખ્સોને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે વન વિભાગને કેસની ઊંડી તપાસ માટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં વન વિભાગે ત્રણેય આરોપીઓને જૂનાગઢ જેલ હવાલે કર્યા છે. વન વિભાગે આરોપીઓની કાર અને સિંહની પજવણીના વીડિયો ધરાવતા મોબાઇલ ફોન પણ કબજે લીધા છે. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ આ ગંભીર ગુનો હોવાથી વન વિભાગે કડક વલણ અપનાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી હવે 27 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે. સિંહની પજવણીના કિસ્સાઓમાં વન વિભાગની આ સખત કાર્યવાહીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થતા લોકોને એક મજબૂત સંદેશ આપ્યો છે.
જસાધાર રેન્જમાં સિંહને હેરાન કરતા વેરાવળના 3 યુવકો ઝડપાયા


















Recent Comments