દિવાળીના પર્વમાં પોતાના માદરેવતન આવતાં અનેક લોકો સાવરકુંડલા શહેરની મુખ્ય બઝારમાં ફરતાં જોવા મળ્યા. હવે દિવાળીનું પર્વ અને ભાઈ બીજ જેવા મહત્વપુર્ણ તહેવારો પૂર્ણ થતાં વળી પાછું બેક ટુ પેવેલિયન.. પોતાના રોજીરોટી રળવા માટેના શહેરો તરફ પ્રયાણ કરતાં જોવા મળેલ. તો અમુક લોકો હજુ પણ વેકેશન માણવા માટે વિવિધ ફરવાલાયક કે ધાર્મિક સ્થળો તરફ દેવદર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરવા વીરપુર, બગદાણા, સત્તાધાર,દ્વારકા જેવા ધાર્મિક સ્થળો તો વળી કોઈ ગીરનાર સાસણ ગીર તુલસીશ્યામ જેવા વિસ્તારોમાં પ્રવાસ કરતાં જોવા મળ્યા. જોકે આ દિવસોમાં સાવરકુંડલા શહેરમાં ભારે ટ્રાફિક જોવા મળે છે. ખાસકરીને સાવરકુંડલા શહેરના હાર્દ સમા વિસ્તાર રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિર ચોક ખાતે ભરપૂર ટ્રાફિક જોવા મળે છે. જો કે ટ્રાફિક નિયમન માટે સાવરકુંડલા પોલીસ વિભાગની કામગીરી પણ પ્રશંસનીય જોવા મળી.
દિવાળીના પર્વો પૂર્ણ થયાં છતાં સાવરકુંડલા શહેરમા ખાસ્સો ટ્રાફિક જોવા મળે છે














Recent Comments