ડીસેમ્બર-૨૦૨૫નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૩/૧૨/૨૦૨૫ (મંગળવાર) ના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ-ભાવનગર ગ્રામ્ય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી- હનુલ ચૌધરી ઘોઘા તથા પોલીસ અધિક્ષકશ્રી નીતીશ કુમાર પાંડે પાલીતાણાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ના અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઈલ નંબર સાથે તા.૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધીત તલાટી કમ મંત્રીશ્રીને રજુ કરવા અનુરોધ કરવામાં આવે છે.


















Recent Comments