અમરેલી

મિશન લાઈફ અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓ કરવામાં આવી

વિશ્વ સ્તરે ક્લાઇમેટ ચેન્જની અસરો ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે ભારત સરકારના મિશન લાઈફ (LiFE – Lifestyle for Environment) અભિયાન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણસ્વચ્છતા તેમજ જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે શહેરમાં વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રોસેસિંગ ફેસિલિટી કાર્યરત કરવામાં આવી છે. જેમાં નાગરિકોને એક કિલો પ્લાસ્ટિક કચરા સામે એક કાપડની થેલી તેમજ એક ઈ – વેસ્ટ વસ્તુ સામે બે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી પ્લાસ્ટિક તથા ઇ-વેસ્ટના યોગ્ય નિકાલ સાથે પુનઃઉપયોગને પ્રોત્સાહન મળ્યું છે.

તેમજ શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન પ્લાસ્ટિક મુક્ત શહેર”, “સ્વચ્છતા અપનાવો – આરોગ્ય બચાવો” જેવા સૂત્રોચ્ચાર સાથે નાગરિકોને પર્યાવરણમિત્ર જીવનશૈલી અપનાવવાની અપીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાપ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તથા પર્યાવરણ સંરક્ષણ વિષયક સંદેશાઓ સાથે થીમ આધારિત વોલ પેઇન્ટિંગ દ્વારા નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મિશન લાઈફ અંતર્ગત અમરેલી નગરપાલિકા કચેરી ખાતે આપણી પરંપરાગત જીવનશૈલી મુજબ પોષણયુક્ત ખોરાકના મહત્ત્વ અંગે શહેરીજનોમાં જાગૃતિ આવે તે હેતુસર પ્રચાર-પ્રસારની કામગીરી પણ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ,  તથા નોડલ અધિકારીશ્રીદુદખિયાતેમજ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી,વિનોદ રાઠોડના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

આ કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓકર્મચારીઓશિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મિશન લાઈફના ઉદ્દેશોને સાકાર બનાવ્યા હતા. નગરપાલિકા દ્વારા આવી પર્યાવરણલક્ષી અને જનહિતકારી પ્રવૃત્તિઓ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

Related Posts