નેસડી રોડ પર એક બિનવારસી વાછરડીને ડમ્પરની અડફેટે ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં વાછરડીની હાલત ગંભીર બની ગઈ હતી અને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી.સ્થાનિક લોકોએ ત્વરિત કાર્યવાહી કરીને આ વાછરડીને શ્રી કૃષ્ણ ગૌશાળા, દેવળા ગેટ, સાવરકુંડલા ખાતે લાવી પહોંચાડી. ત્યાં ડો. બ્રિજેશભાઈ દાફડા તાત્કાલિક પહોંચ્યા અને વાછરડીને ૩૨ ટાંકા લગાવીને સંપૂર્ણ ટ્રીટમેન્ટ આપી. તેમની સમયસરની સારવારને કારણે વાછરડીનો જીવ બચી ગયો છે.
સાવરકુંડલામાં ઈજાગ્રસ્ત વાછરડીને તાત્કાલિક સારવારથી જીવ બચ્યો

















Recent Comments