ભાવનગર

તળાજા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૮ જાન્યુઆરીએ યોજાશે

તળાજા તાલુકા કક્ષાનો જાન્યુઆરી–૨૦૨૬નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.
૨૮/૦૧/૨૦૨૬ (બુધવાર)ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, તળાજા ખાતે યોજાશે. આ કાર્યક્રમ
પ્રાંત અધિકારીશ્રી, તળાજાના અધ્યક્ષસ્થાને યોજાનાર છે.
આ કાર્યક્રમમાં તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના વિવિધ પ્રશ્નો અંગે અરજદારોની રજૂઆતો સાંભળી યોગ્ય નિકાલ
કરવામાં આવશે. કાર્યક્રમમાં પ્રશ્નો રજૂ કરવા ઇચ્છતા અરજદારોને તેમના પ્રશ્નો અંગેના આધાર પુરાવા સાથેની અરજી
તા.૧૫/૦૧/૨૦૨૬ સુધીમાં રજૂ કરવાની રહેશે.
અરજી “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ મામલતદારશ્રી, તળાજાને પુરાવા સાથે
આપવાની રહેશે.
કાર્યક્રમ દરમિયાન સર્વિસ મેટર તથા નીતિ વિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે.
અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરવાની

Related Posts