ભાવનગર શિશુવિહાર બુધસભા એ 1980 થી દર બુધવારે શિશુવિહાર ખાતે કવિઓ માટે કવિતા રજૂ કરવાનું એ ઉત્તમ સ્થાન બની રહ્યું છે. આ બુધસભાને 2400 સપ્તાહ પુરા થવાના અનુસંધાને વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધા ત્રણ વય જૂથ કક્ષામાં રહેશે. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ, એફ.વાય. થી અનુસ્નાતક કક્ષાના કોલેજીયન વિદ્યાર્થીઓ અને ઓપન વિભાગ જેમાં કોઈપણ ઉંમરની વ્યક્તિ ભાગ લઈ શકશે.તારીખ 19/ 7/ 2026 ના રોજ સવારે 10:00 વાગે યોજાનાર આ કાવ્યપઠન સ્પર્ધામાં કોઈપણ કવિની રચના પઠન કરી શકાશે, સમય મર્યાદા પાંચ મિનટ રહેશે. જ્યારે બીજી સ્પર્ધા કાવ્ય લેખન સ્પર્ધા છે, જેમાં સ્થળ પર જ સ્વરચીત કાવ્ય રચવાનું રહેશે અને પછી પઠન કરવાનું રહેશે. આ બંને સ્પર્ધાઓના ત્રણેય વિભાગના સ્પર્ધકોમાંથી પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધકોએ હીનાબેન ભટ્ટ મોબાઈલ નંબર: 9824515995 તથા પરેશભાઈ ત્રિવેદી મોબાઈલ નંબર: 94 276 14 968 પર પૂરું નામ, શાળા કોલેજ નું નામ, કઈ સ્પર્ધામાં ભાગ લેવો છે તે અને મોબાઈલ નંબર લખીને રજીસ્ટ્રેશન માટે whatsapp કરવાનો રહેશે. શાળા કોલેજના શિક્ષકો અને આચાર્યો પણ વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે તથા ઓપન વિભાગમાં પણ દરેક લોકો ભાગ લે તેવો અનુરોધ શિશુવિહાર બુધસભાના સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે.
શિશુવિહાર બુધસભા ને 2400 સપ્તાહ પૂરાના પ્રસંગે કાવ્ય પઠન અને કાવ્ય લેખન સ્પર્ધા યોજાશે




















Recent Comments