ભાવનગર

સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ

સ્વાવલંબન, સહકારિતા, સમાનતા અને સાતત્યપૂર્ણ વિકાસ સાથે સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ. તીર્થ ગામ હણોલ અભિયાન પ્રેરક કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ સાથે યોજાનાર મહોત્સવની તૈયારી ચાલી રહી છે.

આગામી સપ્તાહે એટલે મંગળવાર તા.૧૩થી ગુરુવાર ૧૫ દરમિયાન હણોલ ગામમાં સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ યોજાનાર છે.

કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયા જણાવ્યાં મુજબ ગામડાનાં નિર્માણથી નવા ભારતનું નિર્માણ થઈ શકે, જે મુજબ સહકાર, સેવા અને સંગઠન મૂલ્યો સાથે તીર્થ ગામ હણોલ તબક્કાવાર વિકાસ કર્યો કરી રહ્યું છે. પ્રકૃતિ, પર્યાવરણ અને સંસ્કૃતિ સાથે અધ્યતન માળખાકીય સુવિધાનું સુંદર સંયોજન અહીંયા સાકર થઈ રહ્યું છે. લોકજીવન, કૃષિ, પશુપાલન, આરોગ્ય તેમજ શિક્ષણ સાથે સર્વાંગી બાબતોનો સમાવેશ થયો છે.

તાજેતરમાં જ આ ગામના અગ્રણીઓ ગામની વિગત આપવા સાથે ગામની મુલાકાત માટે નોતરું આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં ત્યારે ગામની વિકાસ પ્રક્રિયાથી તેઓએ મુક્ત રીતે રાજીપો વ્યક્ત કર્યો છે.

તીર્થ ગામ હણોલ અભિયાન પ્રેરક કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ સાથે ગ્રામપંચાયત તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે સહયોગીઓના સાંકળથી યોજાનાર મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે.

Related Posts