સાવરકુંડલા નગરપાલિકા તંત્ર દ્વારા દુકાનોમાં ચેકિંગ હાથ ધરાતાં અમુક સ્થળેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝભલા મળતાં પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું. આ વાતની જાણ વાયુ વેગે થતાં વેપારી વર્ગમાં ફફડાટ વ્યાપ્યો. આ ચેકિંગની કામગીરીમાં સાવરકુંડલા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર કેતનભાઈ બી. ચૌહાણ તેમજ નોડલ ઓફિસર નકુલભાઈ એસ. વિઠ્ઠલાણી, સિટી મેનેજર ઉમેશભાઈ બી. કળસળિયા, સર્વેક્ષણ સુપરવાઈઝર મુસ્તાકભાઈ એ. સરવૈયા, વોર્ડ સુપરવાઈઝર અજયભાઈ વી. સવાણી જોડાયા હતાં તેઓના દ્વારા પ્લાસ્ટિક રેડ કરાવવામાં આવેલ. જેમાં અલગ અલગ વિસ્તારોમાં જઈ ટોટલ ૧૨ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી ૨૭૦૦/- રૂપિયાનો દંડ ફટકાર્યો
આપને જણાવી દઇએ કે સાવરકુંડલા શહેરને સુવર્ણ કુંડલામાં પરિવર્તિત કરવાના આશય સાથે શહેરમાં અનેક વિકાસના કામો થતાં જોવા મળેલ છે ત્યારે લોકોએ પણ શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે જ્યાં ત્યાં કચરો ફેંકવો ન જોઈએ. કચરો ડસ્ટ બિન કે ઘંટાગાડી આવે ત્યારે તેમાં ઠાલવી શહેરને સ્વચ્છ બનાવવામાં યોગદાન આપવું જોઈએ. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચના કે માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરવો જોઈએ. નિયમોનો ભંગ થશે તો દંડ ભોગવવા તૈયાર રહેવું પડશે.
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાનું પાલન એ સુસંસ્કૃત નાગરિકની પ્રથમ ફરજ ગણાય


















Recent Comments