ભાવનગર શિશુવિહાર પરિસર માં ન્યુરો માર્ગ વિશે શિક્ષકો સાથે ગોષ્ટિ શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓના આંખ, કાન, હાથ મદદરૂપ થાય છે. પરંતુ જ્ઞાનની મૂળભૂત પ્રક્રિયા તો માનવ મસ્તિષ્કમાં થતી હોય આખરે બાળક કેવી રીતે શીખે છે! અને તેનું મસ્તિષ્ક જ્ઞાનને અપનાવે છે ! તે વિષય એક વાર્તાલાપ અગામી તારીખ 7 શનિવારે સાંજના દરમિયાન શિશુવિહાર પરિસરમાં યોજાઈ ગયો ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોની વિશેષ ઉપસ્થિતિમાં લોકભારતી યુનિવર્સિટીના ઉપકુલપતિ
ડો. વિશાલ ભાદાણી પોતાના પુસ્તક ન્યુરોમાર્ગ અંગે માર્ગદર્શન આપ્યું. આ ઉપક્રમે ડો. નવનીતભાઈ રાઠોડ તરફથી તમામ શિક્ષકોને પુસ્તક ન્યુરોમાર્ગ આપવામાં આવ્યું શિશુવિહાર પુસ્તકાલયના ઉપક્રમે યોજાતા કાર્યક્રમ અંતર્ગત “વંદે માતરમ શતાબ્દી” વર્ષ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ ચિત્ર કેલેન્ડર ‘શ્રમનું ગૌરવ’ પણ શાળાઓને આપવામાં આવ્યા..
ભાવનગરમાં ચાલતા સમન્વય શિક્ષણ વિચાર સાથે જોડાયેલ તેમ શિક્ષક વિચાર સાથે જોડાયેલ ૩૦૦ થી વધુ શિક્ષકો કાર્યક્રમમાં પધાર્યા હતા….
કાર્યક્રમનું સંકલન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના શિક્ષક શ્રી સાગરભાઇ દવે કર્યું હતું
જ્યારે સમાપન માર્ગદર્શન ડોક્ટર નલીનભાઈ પંડિતે આપી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો


















Recent Comments