ગુજરાત

અમદાવાદ ખાતે લાઠી ગ્રુપ પરિવારનું સ્નેહમિલન…

અમદાવાદ ખાતે લાઠી ગ્રુપ પરિવારનું સ્નેહમિલન…

અમદાવાદ કલાપીનગર લાઠી અને આસપાસના ગામોના વતની અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા સૌ પરિવારોનું સંગઠન, અમદાવાદ લાઠી ગ્રુપ પરિવારનું તા: 08-02-2026 રવિવારે અમદાવાદ મુકામે અમદાવાદ મેડિકલ એસોશિએશન હોલ આશ્રમરોડ ખાતે સુંદર સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાઈ ગયો અમદાવાદમાં આવી વસેલા સૌ પરિવારો, સેવા, સંગઠન અને વતન સુવાસના સિદ્ધાંતો સાથે આ પરિવાર ગ્રુપનું નિર્માણ થયું છે, દરવર્ષે વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરીને બધાજ સમાજના લોકો એકમેકને ભાવપૂર્વક મળે છે, આનંદ કરે છે અને વતનની માટી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, વર્તમાન સમયની આ માંગ પણ છે કે આ પ્રકારના સંગઠનો બનવા જોઈએ…

કલાપીનગર લાઠી બહુ ભાગ્યશાળી નગર છે, લાઠીની તેજવંતી ભૂમિને ભવ્ય ભૂતકાળ છે, તો સુંદર વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્ય છે, સોમનાથની સખાતે ચડેલા વીર હમીરજી ગોહિલ થી લઈને રાજવી કવિ કલાપી જેવા પ્રજાવત્સલ રાજવી મળ્યા છે અને વર્તમાનમાં વતનપ્રીતિનુ સર્વોચ્ચ ઉદાહરણ એવા શેઠશ્રી મનજીભાઇ ધોળકિયા અને શ્રી ઘનશ્યામભાઈ શંકર જેવા મહામાનવો મળ્યા છે, લાઠીની કાયાપલટ કરવામાં આ મહાનુભાવોનું બહુ મોટું યોગદાન છે…

લાખેણી લાઠીના નગરજનો પણ સમયાંતરે પોતાનું અમૂલ્ય યોગદાન આપતા રહ્યા છે, અમદાવાદ લાઠી ગ્રુપ સ્નેહમિલન સમારોહનું સુંદર આયોજન સૌ ટ્રસ્ટીશ્રીઓ અને સંચાલકોદ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને સામુહિક રાષ્ટ્રગાન કરીને દેશપ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો, સમારોહના પ્રમુખસ્થાને સંસ્થાના પ્રમુખશ્રી કરશનભાઇ ભુવા સાહેબ બિરાજ્યા હતા અને સ્નેહમિલન કાર્યક્રમના આયોજનમાં લાઠીના પ્રથમ સીએ બનવાનું જેમને માન મળ્યું છે, એવા શ્રી સી.પી.શાહ સાહેબ (ચેતનભાઈ શાહ) મુખ્ય યજમાનનો લાભ લીધો હતો, અતિથિ વિશેષ તરીકે સુરતથી હીરાઉદ્યોગના લબ્ધપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામભાઈ શંકર પધાર્યા હતા, મુખ્ય મહેમાન તરીકે મુંબઈથી શ્રી રાજેશ પટેલ અને સુરતથી શ્રી ધીરુભાઈ ધોળીયા અને શ્રી ભરતભાઈ સોની અને વડોદરાથી ફીલિંગ્સ મલ્ટીમિડીયાના શ્રી અતુલભાઈ શાહ ખાસ પધાર્યા હતા, કાર્યક્રમમાં લાઠીના લોકગાયક અને ભજનિક શ્રી રાજેશભાઈ સરલીયાએ સુમધુર ગીત સંગીત ભજનો અને ગઝલની પ્રસ્તુતિ કરી હતી, આ પ્રસંગે ડો. અરવિંદભાઈ કોઠીયા સાહેબે પણ ગઝલ ગીતોની પ્રસ્તુતિ કરીને વાતાવરણ સંગીતમય બનાવી દીધું હતું, કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી શ્રેયાંશભાઈ જાટકીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોએ પોતપોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી અને સુંદર કાર્યક્રમના આયોજન માટે સમસ્ત કાર્યકર્તા અને સંચાલોકોનો આભાર માન્યો હતો.શ્રી ઘનશ્યામભાઈ શંકરનું તેમની સામાજિક સેવાકીય પ્રવૃત્તિની અનુમોદના કરીને સંસ્થાના પ્રમુખશ્રી ભુવાસાહેબ અને ઉપપ્રમુખ  શૈલેષભાઇ જાટકીયા દ્વારા શાલ માળા અને સન્માન પત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું..Instrumentation & Control Engineering Implementation of Air Pollution Forecasting from Remotely Sensed Data Using Artificial Intelligence વિષય પર પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટરેટની પદવી મેળવી એ બદ્દલ ડૉ.તેજસ તુરખીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા અમદાવાદ લાઠી ગ્રુપ પરિવારના કારોબારી સભ્યો  રજનીભાઇ પંડયા, હિતેષભાઇ વેકરીયા,બાબુભાઇ ગજેરા,ભાવેશભાઈ વનરા, મનીષભાઈ પંડયા, શૈલેષભાઇ ડોડીયા,વિપુલભાઈ વઘાણી,સુધીરભાઈ તુરખીયા, અશોકભાઈ સાવલિયા, ગીરીશભાઈ પટેલ,જીતેન્દ્રભાઈ પંડયા,બાલુભાઈ મેંદપરા, 

જવાહરભાઇ વળીયા અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવીને સુંદર આયોજન કર્યું હતું.કાર્યક્રમનું સમાપન પ્રમુખશ્રી કરશનભાઇ ભુવા અને ઉપપ્રમુખશ્રી શૈલેષભાઇ જાટકીયા, માનદમંત્રી કિરીટભાઈ ધાનાણી, સહમંત્રી ઘુસાભાઇ આદ્રોજા,અને ખજાનચી પિયુષભાઇ વળીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને સમારોહમાં પધારેલા અમદાવાદ-લાઠી ગ્રુપ પરિવારના સૌ સન્માનિત સભ્યો અને મહેમાનોનો આભાર માનવામાં આવ્યો હતો સુરુચિ ભોજનના આસ્વાદ સાથે ફરી મળીશુંના મીઠા વચન સાથે સમારોહનું સમાપન થયું હતું તેમ રાજેશભાઈ પટેલ ની યાદી માં જણાવ્યું હતું 

Related Posts