ભાવનગર

કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ શાળાનું જિલ્લા કક્ષાએ CETનું સર્વશ્રેષ્ઠ પરિણામ

 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી જ્ઞાનસેતુ (CET) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું .જેમાં હબુકવડ ગામ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ શાળાએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શાળાની સફળતામાં વધારો કર્યો હતો.

CET ની પરીક્ષામાં શાળાના 42 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં પરમાર હસ્તીબેન સંજયભાઈ (ભાલર) 120 માંથી 103 માર્ક , બેલડીયા કાવ્યા ભાવેશભાઈ (માખણિયા ) 94 , બારૈયા કૃષ્ણ પ્રવિણભાઈ 94 , ધાંધલ્યા માનવ ઘનશ્યામભાઈ (પાદરી) 92 , પંડયા માધવી પરેશભાઇ (પીપરલા) 92 , ધાંધલ્યા મિત ઘનશ્યામભાઈ (પાદરી) 90 , ડુંગરાણી આરના હરેશભાઈ (મેઢા) 89 , જાની વિષ્ણુ ભુપતભાઈ (દિહોર) 84 ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. શાળાના 42 માંથી 42 બાળકોએ 55 ઉપર ગુણ પ્રાપ્ત કરી અનેરી સિધ્ધિ હાંસલ કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં કાર્ય કરતી શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ દ્વારા મેળવવામાં આવેલ આ શ્રેષ્ઠ પરિણામ બદલ વાલીઓમાં ખૂબ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. શાળાના બાળકોએ મેળવેલ આ શ્રેષ્ઠ પરિણામ બદલ શાળા પરિવારે બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Posts