વડોદરા શહેર ખાતે માનવતાની સેવા તથા સામાજિક જવાબદારી ના ઉદ્દેશ સાથે આયોજિત થયેલ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પમાં શહેરના નાગરિકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. આ કેમ્પ દરમિયાન કુલ ૪૦૭ બોટલ રક્ત એકત્રિત થતાં કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો.આ સફળતા માટે આયોજક સંસ્થાઓ તિરંગા ગ્રુપ અને વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા VIPO વડોદરા તરફથી તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે.આ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવવામાં ઉપસ્થિત રહેલ માનનીય ષષ્ઠપીઠાધિશ્વર પૂ પા ગો ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી, યુવા વૈષ્ણવચાર્ય પૂ પા ગો ૧૦૮ શ્રી શરણમકુમારજી મહારાજ શ્રી,, ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી ઘનશ્યામસ્વરૂપ સ્વામી શ્રી ઇસ્કોન મંદિરના કિશોર ચૈતન્યદાસ પ્રભુજી, સાંપ્રત મનોદિવ્યાગ આશ્રમ થી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પરેશભાઈ પટેલ પૂર્વ પ્રોફેસર ડો. શ્રી આઈ. આઈ. પંડ્યાજી, ખ્યાતનામ ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા અને સદગુરુ બારોટ તીર્થ બ્રહ્મભટ્ટ આદિત્ય અગ્રવાલ સહિત અનેક ગણમાન્ય મહાનુભવો ની વિશાળ ઉપસ્થિત માં રક્તદાતાઓને પ્રોત્સાહન આપ્યું તે બદલ તેમનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવે છે.આ ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા આપનાર ધ્વનિ બ્લંડ ગુપ,ડૉક્ટરોની ટીમ, નર્સિંગ સ્ટાફ, સ્વયંસેવકો, સામાજિક કાર્યકરો તેમજ સહયોગ આપનાર તમામ સંસ્થાઓ અને મીડિયા મિત્રોને પણ આયોજક સંસ્થાઓ તરફથી હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે.આ મહા રક્તદાન કેમ્પ દ્વારા ૪૦૭ બોટલ રક્ત એકત્ર કરવા મા આવ્યું અને તેના દ્રારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાયી સહાય મળશે અને સમાજમાં મહા રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય સિદ્ધ થયું છે. ભવિષ્યમાં પણ આ પ્રકારના માનવસેવાના કાર્યો સતત ચાલુ રાખવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા સાથે સૌનો ઋણસ્વીકાર કરવામાં આવેલ છે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ રક્તદાતા ઓની ઉદત ભાવના પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પરમાર્થ ના કાર્ય માં લાઈનો લગાવી દેનારે ક્યારેય લાઈનો માં લાગવું પડતું નથી સમાજ પ્રત્યે સંવેદના ધરાવતા રક્તદાતા ઓનું રક્ત એ દર્દી નારાયણો માટે ઉત્તમ જીવન ટોનિક છે દર્દી નારાયણો અને જરૂરિયાતમંદ માટે રક્તદાતા ની સમર્પણ ભાવના ને સન્યાસી ના મન વંદન છે રક્તદાન માટે લાઈનો લાગવતા રક્તદાતા ઓ ઈશ્વરે મોકલાવેલ દેવદૂત છે તેમ સ્વામી માર્ગીયસમિતિજી એ જણાવ્યું હતું
વરિષ્ઠ સંતો ના સાનિધ્ય માં. તિરંગા ગ્રુપ વૈષ્ણવ યુવા સંગઠન. વાડી શાખા VIPO વડોદરા આયોજિત મહારક્તદાન કેમ્પ માં ૪૦૭ બોટલ રક્ત એકત્રિત


















Recent Comments