અમરેલી ખાતે બાલિકા પંચાયતના તીલમ મોડ્યુલ માટે પ્રશિક્ષકોની ત્રણ દિવસીય તાલીમ યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રશિક્ષકોમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવી, સમાજ વિકાસમાં તેની તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. જિલ્લાના વિવિધ તાલુકાના આઈ.સી.ડી.એસ સ્ટાફ સભ્યશ્રીઓ, ફિમેલ હેલ્થ વર્કર્સ, શિક્ષકશ્રીઓ જોડાયા હતા. સૌને બાલિકા પંચાયત વિષયક માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત સમૂહ ચર્ચા, વિવિધ રમત ગમત પ્રવૃત્તિઓ થકી સૌને સહભાગી બનાવવામાં આવ્યા હતા. મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાનું આઈ.ઈ.સી તથા સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં યુનિસેફમાંથી શ્રી કેશવભાઈ, એસ.એચ.ઈ.ડબલ્યુ માંથી શ્રી જયશ્રીબેન, માસ્ટર ટ્રેનર શ્રી ભાવેશભાઈ પરવાડીયા ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અમરેલી ખાતે બાલિકા પંચાયતના તાલીમ મોડ્યુલ માટે પ્રશિક્ષકોની ત્રણ દિવસીય તાલીમ યોજાઈ


















Recent Comments