અમરેલી

ચરખડીયા-ઓળીયા ગામ વચ્ચે રિક્ષા પલટી મારી જતાં બે મુસાફરો ઇજાગ્રસ્ત; મહુવા-જામનગર બસના મુસાફરો અટવાયા

મૂકાય છે જોખમમાં અણમોલ જિંદગી ઉતાવળ એવી તો શી છે?

સલામત સવારી અમારી એ સૂત્રની કિંમત તો કંઈ છે?

નીકળ્યા, તાં ઘરેથી જયશ્રીકૃષ્ણ કહીને સ્વજનોને 

ખબર ન હતી રસ્તા વચ્ચે સરેઆમ આ અકસ્માત સર્જાશે..

થાય છે કલ્પાંત પણ કાળો આ દુન્યવી જગતમાં

રખેને કાળ આંબી જાય એવી ગતિ મતિ ન દે.. 

-“પાંધીસર”

સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આજે ‘સલામત સવારી’ ગણાતી એસટી બસ અને પેસેન્જર રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. સાવરકુંડલાના ચરખડીયા અને ઓળીયા ગામની વચ્ચે આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે એક પેસેન્જર રિક્ષાએ આગળ જતી એસટી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહુવાથી જામનગર તરફ જઈ રહેલી એસટી બસને ઓવરટેક કરવાના પ્રયાસમાં રિક્ષા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે રિક્ષા સ્ટેટ હાઈવે પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે રિક્ષામાં સવાર પેસેન્જરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

આ ઘટનામાં રિક્ષામાં બેઠેલા બે મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી વાહનો મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

​ મહુવા-જામનગર જતી એસટી બસના મુસાફરો અધવચ્ચે રજળી પડ્યા હતા. . એસટી વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે પૂર્વે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Related Posts