ભાવનગર

ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં ગણેશ શાળા ટીમાણાના બાળકોએ મેળવેલી અનેરી સિદ્ધિ

ગણેશ શાળા ટીમાણાના બાળકોએ મેળવી ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા-2026 (ધોરણ 6 અને 9)માં અનેરી સિદ્ધિ

*ધોરણ 6ની પ્રવેશ પરીક્ષામાં 26 બાળકોએ અને ધોરણ 9ની પ્રવેશ પરીક્ષામાં 3 બાળકોએ 200 થી વધુ ગુણ મેળવ્યા*

તાજેતરમાં 27 ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલ ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2026ના પરિણામમાં ધોરણ 6ની પ્રવેશ પરીક્ષામાં ધાંધલ્યા ક્રિશાબેન ચંદુભાઈએ 257 ગુણ, પંડ્યા પૂર્વાબેન મુકેશકુમારે 253 ગુણ ,પંડ્યા સ્નેહલબેન નરોત્તમભાઈએ 248 ગુણ ,બારૈયા ક્રિશભાઈ અનિલભાઈએ 245 ગુણ,ધાંધલ્યા સંકેતભાઈ જીતેન્દ્રભાઈએ 242 ગુણ તથા ધોરણ 9ની પ્રવેશ પરીક્ષામાં ધાંધલ્યા ક્રિશિવભાઈ ભરતભાઈએ 226 ગુણ મેળવી જીલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે.તમામ બાળકોને ગણેશ શાળા ટીમાણા પરિવાર ઉજ્જવળ ભવિષ્ય સાથે સફળતાના તમામ શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.

Related Posts